________________
૧૫. અરે ! આ ચોર જાય છે, જાય છે. એ પ્રમાણે રાજાએ કહ્યું - કર્યો છે કોલાહલ જેણે એવા સર્વ સૈનિકો તેની પાછળ દોડ્યા. ૨૨૯૭.
૧૭. ખરેખર આજે મારા અભિગ્રહનો ભંગ થશે. જે કારણથી ચોરી કર્યા વિના આજે મારો દિવસ જાય છે. ૨૨૬૮.
૧૭. વગેરે વિચાર કરતા-કરતા આગળ જતા ચોરે પણ નીચે પૃથ્વી પર પર્ષદામાં કોઈક જ્ઞાની ભગવંતને એ પ્રમાણે બોલતા જોયા. ૨૨૭૯.
૧૮. હે પ્રાણીઓ ! રત્નની યોનિ સમાન મનુષ્યપણાને મેળવીને કરોડો દ્રવ્ય વડે પણ દુર્લભ એવા એક રત્નને સ્થિર કરવું જોઈએ. ૨૨૭૦.
૧૯. આવા પ્રકારનું (રત્ન) મારા વડે હજી પણ ચોરાયું નથી શું કરું ? એ પ્રમાણે ઉંચા કાનવાળો થયો. તેટલામાં મુનિ ભગવંતે કહ્યું. ૨૨૭૧.
૨૦. દેવો વડે પણ દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય એવા એક સામાયિક રૂપી રત્નનું રાગદ્વેષ વગેરે ચોરોથી પ્રયત્નપૂર્વક રક્ષણ કરવા યોગ્ય છે. ૨૨૭૨.
. અંતમુહૂર્ત પર્યંત ચિત્તનો (મનનો) જે સમતાભાવ તે જ સામાયિક કહેવાય છે. જ્યાં માત્ર કષાયો જ ત્યાગ કરવા યોગ્ય છે. ૨૨૭૩.
૨૨. જેનો દાન વગેરે પુણ્યકાર્યની જેમ કોઈ બાહ્ય આડંબર નથી. તે જ્યારે સમય મળે ત્યારે ઉપાસકો વડે દિવસ-રાત કરવા યોગ્ય છે. ૨૨૭૪. "
૨૩. એ પ્રમાણે સાંભળીને સામાયિકમાં સ્પૃહાને ધારણ કરતા તે કેસરી ચોરે મનની સાક્ષિપૂર્વક સામાયિક નામના વ્રતને અંગીકાર કર્યું. ૨૨૭૫.
ઉપદેશ સપ્તતિ ૨૮૮