________________
૯. આપણે એક માસમાં વીસ દિવસ ઉત્તમ શીલનું પાલન કરવું. એક થાળી અને એક ચોળું (વાટકી) એમ તે બંને શ્રેષ્ઠ સુવર્ણના રાખવા. (વધારે નહીં) ૨૧૯૧.
૧૦. એક દિવસમાં એક વાર ભોજન કરવું. પર્વના દિવસે પૌષધ અને રાત્રિમાં સર્વથા ચારે પ્રકારના આહારનો ત્યાગ. ૨૧૯૨.
૧૧. જૂના નાણાઓથી સંભવિત એકસો ટંક, એક માસ જેટલું ઘરમાં ધાન્ય અને દ્વિપદ વિગેરેમાં (પુત્ર વગેરેમાં) નિયમ - ૨૧૯૩.
૧૨. અમારે એક સચિત્તને છોડી બાકી બધા સચિત્તનો ત્યાગ હો. આપણા બંનેને શ્રેષ્ઠ એવા સર્વ પૂજાના ઉપકરણની છૂટ છે. ૨૧૯૪.
૧૩. એ પ્રમાણે સમ્યક્ત્વ મૂલ બાર વ્રતોને પણ સ્વીકારીને ઘરે જઈને સર્વ લક્ષ્મીનો વ્યય કરતો હતો. ૨૧૯૫.
૧૪. આપી દીધું છે સર્વસ્વ જેણે નિશ્ચિત દશમે દિવસે રાત્રિમાં સૂતેલો એવો તે લક્ષ્મીદેવી વડે કહેવાયો. હે વત્સ ! હું તારા ઘરમાં રહેલી છું. ૨૧૯૬.
૧૫. તારા પુણ્ય રૂપી દોરડા વડે બંધાયેલી હું ક્યાંય પણ જવા માટે સમર્થ નથી. ઉપસ્થિત થયેલા વિઘ્નો પણ તારા પુણ્યના અનુભાવથી ક્ષીણ થયા. ૨૧૯૭.
૧૬. સાંકળ સમાન પુણ્ય અને વાંદરી સમાન લક્ષ્મી તારા વડે નિયંત્રિત કરાઈ. ખરેખર ચંચળ એવી પણ તે ક્યાં જાય ? ૨૧૯૮.
૧૭. હવે બીજે દિવસે શ્રેષ્ઠીએ તેને પણ પાત્રસાત્ (સુપાત્રમાં વાપરીને) કરીને ઘરનો ત્યાગ કરીને, સ્વજન વર્ગોને પણ છોડી દઈને - ૨૧૯૯.
ઉપદેશ સપ્તતિ ૨૭૯