________________
૩૩. હે મૂર્ખ ! ભોજન શા માટે ગ્રહણ ન કર્યું? પરાધીનપણું હોવાથી મારો શું દોષ ? એ પ્રમાણે બંને વડે ત્યારે ઘણા સમય સુધી કલહ થયો. ૨૦૨૦.
૩૪. તે પાપની આલોચના કર્યા વિના તે બંને માતા અને પુત્ર, તારા પુત્રી અને જમાઈ થયા. તે આ ભવનું નાટક છે. ૨૦૨૧.
૩૫. જેના વડે જેવા પ્રકારનું વચન કહેવાયું. તે તેવા પ્રકારનું ફળ ભોગવે છે. તેથી તે શ્રેષ્ઠી ! વચનનો સંવર કરવો જોઈએ. આ તત્ત્વ છે. ૨૦૨૨.
૩૭. એ પ્રમાણે સાંભળીને તે સાધુ ભગવંતની પાસે વ્રતને ગ્રહણ કરીને રતિસાર નામનો શ્રેષ્ઠી સુખનું ભાજન થયો અને અનંતભવમાં રખડતા તે બંને બોધ પામ્યા એટલે મધુર, મિત અને વિચારીને વચન બોલવું જોઈએ. ૨૦૨૩.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં પાંચમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૫૮