________________
૭. ત્યારે એક પાટીયાને પ્રાપ્ત કરીને બંધુદત્ત સમુદ્રને તરવા લાગ્યો અને પવન વડે પ્રેરાયેલ તે કિનારે આવ્યો. ૧૯૯૩.
૮. એટલામાં આશ્ચર્યજનિત નેત્રવાળો તે ચારે દિશામાં જુએ છે. તેટલામાં નગરના ઉદ્યાનમાં પોતાને આવેલ જોયો. ૧૯૯૪.
૯. અહો ! આ ભાગ્યની ગતિ કેવા પ્રકારની ? જ્યાં માનવો વડે લજ્જા પમાય એવો હું ત્યાં સસરાના ઘરે શી રીતે જાઉં ? ૧૯૯૫.
૧. સ્ત્રી પીયરમાં, પુરુષ સાસરામાં, સંયમીઓ એક સ્થાને હોય, જો કોઈ પરીક્ષા કરે તો ત્રણે અલખામણા લાગે ? ૧૯૯૬.
૧૦. પ્રાણીઓને સુખ અને દુઃખ વિચાર્યા વિનાના થાય છે. તે કલેશના હેતુરૂપ આ ચિંતા વડે સર્યું. ૧૯૯૭.
૧૧. એ પ્રમાણે વિચારીને દેવકુલમાં રહ્યો. કોઈના વડે પોતાના સસરાના ઘેર તેની પ્રાપ્તિ વગેરે જણાવાઈ. ૧૯૯૮.
૧૨. મનને સંતાપ કરાવનારી જમાઈની તે વાર્તાને સાંભળીને અહો ! આ શું? એ પ્રમાણે એકાએક ઉઠેલ શ્રેષ્ઠીએ કહ્યું. ૧૯૯૯.
૧૩. એટલામાં શ્રેષ્ઠી) તેની પાસે જાય તેટલામાં સૂર્ય અસ્ત થયો. સૂર્યાસ્ત થવાથી કુટુંબ વડે વારણ કરાયેલ પોતાના ઘરે ગયો. ૨૦૦૦.
૧૪. તે બ્રહ્મ મુહૂર્તમાં અવસરને ઉચિત વસ્ત્ર-આભરણ વિગેરેને લઈને જમાઈને મળવા માટે આવ્યો. ૨૦૦૧.
ઉપદેશ સપ્તતિ ૨૫૫