________________
ઉપદેશ-પ” ૧. પંડિત પુરુષોએ હિત (હિતકારી) મિત (પ્રમાણોપેત) વચન વિચારીને બોલવું. પરંતુ ક્યાંય પણ કર્કશ વચન બોલવું નહીં. એક વાર બોલાયેલ કઠોર વચનથી માતા અને પુત્ર પણ શું ન વગોવાયા ? ૧૯૮૫.
૨. અરે ! (તારા) હાથ-પગ છેદી નાખું છું. નેત્રો કાઢી નાખું, અથવા તું મર વિગરે દુર્ગતિમાં જવાના માર્ગની દીપિકા સમાન કર્કશ વચનની પરંપરા પંડિત પુરુષો વડે ત્યાંગ કરવા યોગ્ય છે. ૧૯૮૬.
૧. તાંબામય કિલ્લાથી શોભતી તામ્રલિપ્તી નામે નગરી હતી ત્યાં રતિસાર નામે રાજા શ્રેષ્ઠી બંધુલા નામે તેની પત્ની છે. ૧૯૮૭.
૨. તેમને સ્વભાવથી ઉભટ વેષને ભજનારી સુવર્ણના સર્વ આભરણોવાળી બંધુમતી નામે પુત્રી શ્રેષ્ઠિને અત્યંત વહાલી હતી. ૧૯૮૮.
૩. પિતાએ તેની પ્રતિ કહ્યું. હે પુત્રી ! ઉભટવેષને ન કર. વાણિયાઓને આવા પ્રકારનું શોભતું નથી. તો પણ તેણી ઉભટવેષ સિવાય રહેતી
નથી. ૧૯૮૯..
૪. એક દિવસે ભરૂચ નગરથી ત્યાં વેપારને માટે આવેલા બંધુદત્તની સાથે તેણી (પુત્રી) ઉત્સવપૂર્વક પરણાઈ. ૧૯૯૦.
૫. ઘણા લાભના અર્થ એવા તેણે ફરીથી તેને (બંધુમતીને) ત્યાં જ મૂકીને સમુદ્રમાં વહાણમાં આરૂઢ થઈને રત્નદીપ તરફ પ્રસ્થાન કર્યું. ૧૯૯૧.
૯. કેટલોક ભૂમિભાગ ઓળંગતે છતે મોજાઓ વડે ડોલાતું તેનું વહાણ ક્ષણ માત્રમાં ભાંગી ગયું. ૧૯૯૨.
ઉપદેશ સપ્તતિ ર૫૪