________________
૨૭. રસોઈ વિગેરે તૈયાર થયે તે કુટુંબે ભોજન કર્યું અને ઝે૨ મિશ્રિત આહાર હોવાથી તે સઘળુ મરણ પામ્યું. ૧૯૭૪.
૨૮. જેટલામાં સંભ્રમસહિત સસરા વિગેરે સવારે જુએ છે તેટલામાં તેઓએ ત્યાં મરણ પામેલ સર્પને પડેલો જોયો. ૧૯૭૫.
૨૯. ખરેખર આ ઉપર ભમતો ધુમાડા વડે વ્યાકુલ કરાયેલ સાપ ભોજનની થાળીમાં પડ્યો. એ પ્રમાણે તેઓ વડે નિર્ણય કરાયો. ૧૯૭૬.
૩૦. અહો ! ચંદરવાના અભાવથી આ મહાન અનર્થ થયું. વહૂની કૃપાથી જ અમે ફરીથી જીવ્યા. ૧૯૭૭,
૩૧. ભક્તિથી નમ્ર બનેલા તેઓએ વહૂને શ્રીદેવતાની જેમ માની. સન્માન કરીને પોતાના ઘરે લઈ ગયા અને શ્રાવકપણાનો સ્વીકાર કર્યો. ૧૯૭૮.
૩૨. હે ભદ્રો ! પાંચસો શિકારીઓ વડે જેટલું પાપ કરાય છે તેટલું પાપ ચંદરવો નહીં બાંધવામાં ગૃહસ્થોને લાગે છે. (એ પ્રમાણે) શ્રી જ્ઞાનીઓએ કહ્યું છે. ૧૯૭૯.
૩૩. ચંદરવો બાંધવો વગેરે તેણીની શિક્ષામાં તેઓ ઘણા કાળ સુધી જોડાયેલા રહ્યા. વળી ત્યાં તેણીનો જે પતિ તે તું આ ભવમાં રાજા થયો. ૧૯૮૦.
૩૪. વળી મૃગસુંદરીનો જીવ તે આ તારી પત્ની થઈ. જેના પ્રભાવથી તારી સાત વર્ષની વ્યાધિ નાશ પામી. ૧૯૮૧.
૩૫. પહેલા સાત વાર ચંદરવાને બાળવાથી સાત વર્ષ પર્યંત કોઢ રોગ થયો. જે પ્રમાણે (કર્મ) કરાયેલું હોય તે અન્યથા થતું નથી. ૧૯૮૨.
ઉપદેશ સપ્તતિ ૨૫૨