________________
॥ ટીંટોઈમંડનશ્રીમુહ૨ીપાર્શ્વનાથાય નમઃ । ॥ નમોનમઃ ગુરુરામચન્દ્રસૂરયે ॥
પ્રસ્તાવના
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં આત્માનું જોડાણ મોક્ષની સાથે થાય તે માટે ચાર અનુયોગ દર્શાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણકરણાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ,
આ ચાર અનુયોગ પૈકી આ ગ્રંથ ધર્મકથાનુયોગ છે. જેમાં દેવ-ગુરુ અને ધર્મ રૂપી તત્ત્વત્રયીની ઓળખ અને આરાધના સુંદર થાય તે માટે પાંચ વિભાગ દ્વારા જુદા જુદા ઉપદેશ જણાવ્યા છે.
ચંદનબાળા વૈ. સુ. ૧
પ્રથમ વિભાગ
દેવપૂજા અધિકાર - જેમાં ૨૪ ઉ૫દેશ છે.
બીજો વિભાગ
તીર્થ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે.
:
ત્રીજો વિભાગ
: ગુરુતત્ત્વ અધિકાર - જેમાં ૫ ઉપદેશ છે. ચોથો વિભાગ : સામાન્ય ધર્મ અધિકાર - જેમાં ૧૨ ઉપદેશ છે. પાંચમો વિભાગ : ગૃહસ્થ ધર્મ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે.
શ્રીમદ્ વિજય સોમધર્મગણિ મહારાજાની આ સુંદર કૃતિ છે. આ ગ્રંથના બોધ દ્વારા જીવો દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયીની શ્રદ્ધા કરી સમ્યગ્દર્શનને નિર્મલ બનાવે અને મારા સમ્યગ્દર્શનની નિર્મલતા થાય, એ જ સદાની શુભાભિલાષા.
-
મુનિ પુણ્યકીર્તિવિજય