________________
૨૧. તે અન્યાય કરનારને સર્વે માણસો જાણે છે પરંતુ તે રાજાનો પુત્ર હોવાથી અનર્થની શંકા વડે કોઈ પણ બોલતા નથી. ૧૭૪૭.
૨૨. ઘણું પૂછતે છતે પણ જ્યારે રાજાને કોઈ જવાબ આપતા નથી. ત્યારે ક્રોધિત થયેલ રાજા ભ્રકુટી ચઢાવીને આક્ષેપ સહિત વચનો કહે છે. ૧૭૪૮.
૨૩. અહો ! પાપી એવા તમે પણ જે આવા પ્રકારનું અયોગ્ય કાર્ય જોયેલું. જે કહેતા નથી. તેથી પક્ષપાતી એવા તમને ધિક્કાર હો. ૧૭૪૯.
૨૪. જો આ પાપને ક૨ના૨ અધમ માણસ મારી આગળ પ્રગટ થશે ત્યારે જ હું ભોજન કરીશ. એ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કર્યો. ૧૭૫૦.
૨૫. ન્યાયમાં એક નિષ્ઠાવાળા સંધ્યા સુધી બેઠેલા તે રાજાને તે દિવસે ઉપવાસ થયો. અહો ! ન્યાયની પ્રધાનતા છે. ૧૭૫૧.
૨૬. સંધ્યાના સમયે ઘરે આવેલા તે રાજાના પુત્રે પોતે કરેલા અન્યાયને કહ્યો. હે પ્રભુ ! મને દંડ કરો. ૧૭૫૨.
૨૭. પોતાના પુત્રે કરેલા અન્યાયને સાંભળીને રાજા દુઃખી થયો. જે કારણથી કર્ણચ્છેદ (કાનોનો છેદ) થાય એવા તે સુવર્ણ વડે પણ શું ? ૧૭૫૩.
૨૮. સવારે પર્ષદામાં રાજા વડે ન્યાયવિશારદો પૂછાયા. આ પુત્રને શું દંડ કરવો જોઈએ. એ પ્રમાણે કહો. ૧૭૫૪.
૨૯. તેઓ વડે કહેવાયું. તમારો એક એ જ પુત્ર રાજ્યને યોગ્ય એક નેત્રની સમાન છે. હે પ્રભો ! આને શું દંડ થાય ? (અર્થાત્ કોઈ દંડ ન કરવો). ૧૭૫૫.
ઉપદેશ સપ્તતિ ૨૨૪