________________
૧૨. કોઈક માણસ વડે આ (ગાય) બોલાવાઈ. હે ભદ્ર! તું રાજકુલમાં જા અને જે ન્યાયની ઘંટા છે, તેને શીંગડા વડે વગાડ. ૧૭૩૮.
૧૩. જેથી રાજા આ તારા અન્યાયના પ્રતિકારને કરે. જે કારણથી સર્વ સાધારણ આ (રાજા) પાંચમો લોકપાલ છે. ૧૭૩૯.
૧૪. એ પ્રમાણે સાંભળીને તેણી ત્યાં ઘટના સ્થાને) ગઈ. અને જોરથી ઘંટને વગાડ્યો. તે જ સમયે રાજા ભોજનને માટે બેઠો હતો. ૧૭૪૦.
૧૫. અકાળે ઘંટના અવાજને સાંભળીને અત્યંત ગભરાટવાળા (બ્રાન્તિવાળા) તે રાજાએ ‘ઘંટ કોના વડે વગાડાયો’ એ પ્રમાણે પોતાના સેવકોને પૂછયું. ૧૭૪૧.
૧૯. તેઓએ પણ જોઈને તેને કહ્યું. અહીં ગાય વિના બીજો કોઈ નથી. અકાળે અહીં ગાય ક્યાંથી ? એ પ્રમાણે (વિચારીને) રાજા પોતે જ ઉક્યો. ૧૭૪ર.
૧૭. ત્યાં આવીને તે રાજાએ દુઃખપૂર્વક તે ગાયને કહ્યું. અહો ! કયા પાપીએ તારો પરાભવ કર્યો. ૧૪૩.
- ૧૮. તું જેના વડે પરાભવ પામેલી છો તેને તું મને હમણાં બતાવ. બિચારી તેણી મનુષ્યની ભાષા વડે કહેવું જાણતી નથી. ૧૭૪૪.
૧૯. પરંતુ તેણી (ગાય) આગળ થઈને પોતાની પીઠ પાછળ આવતા રાજાને પોતાના જીવિતની જેમ તે વાછરડાને દેખાડ્યું. ૧૭૪૫.
- ૨૦. રાજાએ દુકાનોમાં બેઠેલા મહાજનોને પૂછ્યું. કયા પાપીએ આવા પ્રકારનું જૂર કર્મ કર્યું. એ જણાવો. ૧૭૪૬.
ઉપદેશ સપ્તતિ ૨૨૩