________________
૯. તાળાને લગાવીને તેના હાથમાં અર્પણ કરીને રાજાએ તેને કહ્યું. મારું આ ભેટલું તે રાજાને આપવું. ૧૯૮૯.
૧૦. દૂત કુશલતાપૂર્વક ચાલ્યો અને શ્રી ધારાનગરમાં ગયો તથા ભોજરાજાને મળ્યો. તેના (દૂતના) રૂપને જોઈને તેણે પણ કહ્યું. ૧૬૯૦.
૧૧. હે બ્રાહ્મણ ! તમારા સંબંધી ભીમરાજાના સંધિ અને વિગ્રહ (યુદ્ધ)ના સ્થાનમાં દૂતો કેટલા છે ? હે માલવપતિ ! મારા જેવા ઘણા દૂતો છે. પણ તેઓ ત્રણ પ્રકારના છે. અધમ – મધ્યમ અને બુદ્ધિવાળા પ્રેષ્ય (દૂત)ને અનુરૂપ ક્રમથી મોકલાય છે. તેના વડે અંદરથી હસવાપૂર્વક ઉત્તરને આપવાથી ધારાનગરીનો રાજા ખુશ થયો. ૧૬૯૧.
૧૨. હૃદયમાં આશ્ચર્ય પામેલા રાજાએ તેને સ્નેહપૂર્વક બોલાવ્યો. તેમની આગળ રાજા વડે અપાયેલું ભેટલું મૂકાયું. ૧૭૯૨.
૧૩. સુવર્ણની પેર્ટીને જોઈને સર્વે સભાજનો એકઠા થઈને ‘આ કાંઈ પણ અદ્ભુત હશે.' એ પ્રમાણે જોવા માટે ઉત્સુક થયા. ૧૬૯૩.
૧૪: જેટલામાં ઉત્તમ સેંકડો મનોરથપૂર્વક આ સુવર્ણ પેટીને ઉઘાડી તેટલામાં રાખને જોઈને વિલખા મુખવાળો રાજા ‘આ શું છે ?' એ પ્રમાણે બોલ્યો. ૧૬૯૪.
૧૫. દૂતે પણ વિચાર્યું. ખરેખર પાપી એવા તે રાજા વડે મને મારવાનો આરંભ કરાય છે. તેથી સમયને ઉચિત હું કહું. ૧૬૯૫.
૧૬. દેવ સાચી હકીકત જાણો. અમારા સ્વામી વડે રોગોના સમૂહ વડે પીડાતા ઘોડાઓ (પશુઓ) અને મનુષ્યોની શાંતિને માટે મોકલાઈ છે. ૧૬૯૬.
ઉપદેશ સપ્તતિ ૨૧૭