________________
૮. તે ગામના રહેવાસી અને પરદેશી લોકો તે ઘોડીના બચ્ચાને જોઈ જોઈને પ્રશંસા કરે છે. “આ ઘોડો જાતિવાન થશે.” ૧૯૨૩.
• ૯. પરંતુ ભાગ્ય વડે આને કાણાપણાનું દૂષણ કરાયું. અહો ! ભાગ્ય (કેવું છે?) રત્નને વિષે દોષ આપે છે. જે બીજે પણ કહેવાય છે. ૧૯૨૪.
ખરેખર ચંદ્રમાને વિષે કલંક કમળની નાળના વિષે કાંટાઓ હોય છે.
- ૧૦. એ પ્રમાણે લોકો વડે કરાયેલી પ્રશંસાને સાંભળીને તે ઘોડાએ માતાની પાસે આવીને ગદ્ગદ્ સ્વરે કહ્યું. ૧૯૨૫.
૧૧. હે માતા ! તું કહે, મારે કાણાપણાનું દૂષણ શી રીતે થયું? બહુ આગ્રહ કરાયે છતે તેણીએ પણ પોતાની ભાષા વડે તે સ્વરૂપને કહ્યું. ૧૯૨૬.
૧૨. હે પુત્ર! જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે આ રાજાએ મને ચાબૂકનો ઘા કર્યો હતો. તે (ઘા) તાસ ચક્ષુ સ્થાને થયો. ૧૬૨૭.
૧૩. તેથી તું આંખ વડે કાણો થયો. ભવિતવ્યતા અન્યથા થતી નથી. એ પ્રમાણે સાંભળીને અત્યંત રોષ વડે લાલ આંખવાળા તે તેજસ્વી ઘોડાએ ઘણું કહ્યું. ૧૯૨૮.
૧૪. હે માતા ! આ કોણ પશુ સમાન રાજા છે કે તને પણ મારે છે. મરવાની ઈચ્છાવાળા આના વડે તે સૂતેલો સિંહ જગાડાયો. ૧૯૨૯.
- ૧૫. હે માતા! જો આને થોડા સમયમાં મારી ન નાખું તો હું તારો પુત્ર નથી. તેણીએ પણ સ્નેહપૂર્વક તેને કહ્યું. ૧૯૩૦.
૧૦. એ પ્રમાણે ન બોલ, જેથી વિશ્વનું પેટ ભરનાર આ રાજા છે. આપણે બે પશ છીએ. વળી નિર્વાહ કરનાર આ રાજા આપણો સ્વામી છે. ૧૯૩૧.
ઉપદેશ સપ્તતિ.
૨૦૯