________________
“ઉપદેશ-૭” ૧. ગુણવાન પુરુષોની આગળ ધર્મના તત્ત્વને કહેવું અને પ્રદાન કરવું. એ બંનેને હિત કરનારું થાય છે. તેનાથી (ગુણોથી) રહિત (પુરુષ)ની આગળ આને (ધર્મતત્ત્વને) કહેવું તે કાચા ઘડામાં રહેલા પાણીની જેમ ફોગટ જ છે. ૧૬૧૪.
૨. જો એક લજ્જાગુણ વડે પણ ઘોડો બહુમાન કરાયો તો જેઓ ઘણા ગુણો વડે લોકોને પ્રિય હોય તેમનું શું કહેવું? ૧૯૧૫.
૧. પૃથ્વીપુર નગર છે ત્યાં રિપુમદન નામે રાજા છે. જેના વડે યાચક અને શત્રુ બધાને દાન અપાય છે. ૧૯૧૬. "
૨. તેને લક્ષણોથી યુક્ત શ્રીમુખી નામે ઘોડી છે. પ્રાયઃ કરીને જેનાથી જાત્યવંત ઘોડાઓ ઉત્પન્ન થાય છે. ૧૯૧૭.
૩. એકદિવસ સઘળા ગુણોથી યુક્ત ઘોડાને ગર્ભમાં ધારણ કર્યો.મેઘની માલા જેમ મેઘને ધારણ કરે તેમ પોતાના ખોળામાં પંકજ જેવા અશ્વને ધારણ કર્યો. ૧૯૧૮.
૪. એક વખત તે રાજા ગર્ભયુક્ત તે ઘોડી પર ચઢીને વેગથી ઘોડી ખેલાવવાના હેતુથી નગરની બહાર ગયો. ૧૯૧૯.
- પ. બીજા ઘોડેસ્વારો કરતાં હું પહેલો પહોંચ એમ ઘોડાઓને વિષે પ્રેરણા કરતે છતે ત્યાં લોકોમાં કોલાહલ થયો. ૧૯૨૦.
૬. ભારથી પીડા પામેલ શરીર હોવાથી, ધીમી ગતિએ ચાલતી એવી તે ઘોડીને પણ સ્પર્ધા વડે જલ્દીથી રાજાએ ચાબુક વડે મારી. ૧૯૨૧.
૭. કાળના ક્રમે તે ઘોડીએ સઘળા ગુણોનો યોગ હોતે છતે પણ જમણી આંખ વડે કાણા ઉત્તમ એવા અથરત્નને જન્મ પામ્યો. ૧૯૨૨.
ઉપદેશ સપ્તતિ:
૨૦૮