________________
૯. તેની ઉપર ચઢીને તેણીએ આપેલી મંત્ર શક્તિ વડે તે બંને રાત્રિના સમયે ક્રિીડા કરવા માટે પોતાના ઈચ્છિત સ્થાને જાય છે. ૧૫૮૧.
“૧૦. એક વખત રાત્રિના સમયે ઘરના સઘળા લોકો ઉંઘતે (સૂત) છતે શરીરની ચિતાને માટે પુત્ર ઉક્યો અને એકાંતમાં રહેલા તેણે કૌતુકને જોયું. ૧૫૮૨.
૧૧. ત્યારે સાસુ-વહૂ બંને ઊઠીને પરસ્પર હર્ષપૂર્વક ઉત્સુકતાવાળી ગુપ્ત રીતે પગલા ભરતી હતી અને જલ્દી કરો - જલ્દી કરો એ પ્રમાણે બોલી. ૧૫૮૩.
૧૨. તે (પુત્ર) પણ એટલામાં ઉંચા કાનવાળો (કાન દઈને સાંભળવામાં તત્પર) થયો તેટલામાં સાસુએ તેણીને (વહુને) કહ્યું. અરે! આ લાકડું જલ્દી તૈયાર કર અને આગળ થા. ૧૫૮૪.
૧૩. આપણે દૂર જવું છે તેથી વિલંબને ન કર. એ પ્રમાણે કહીને તે બંને તે મંત્રપૂર્વક (મંત્ર બોલવાપૂર્વક) ત્યાં લાકડાને વિષે આરૂઢ થયા. ૧૫૮૫.
૧૪. ત્યાર બાદ વ્યંતરીની જેમ તે બંને આકાશમાં ઉડતે છતે તે આશ્ચર્યને - જોઈને ત્યારે દેવલે વિચાર્યું. ૧૫૮૬.
- ૧૫. અહો ! આ બંને પિશાચિની-પાપિણી-પતિને ઠગનારી ક્યાં ગઈ અને , ક્યારે અહીં પાછી આવશે ? ૧૫૮૭.
• ૧૬. આ પ્રમાણે એ જાગતો જ રહ્યો. એટલામાં તે બંને ત્યાં (ઘરે) આવી. ત્યાર બાદ એક ક્ષણ પછી પ્રાતઃ કાલ પ્રકાશિત થયો. ૧૫૮૮.
૧૭. જેમ પ્રાયશ્ચિત આપનાર ગુરુ બીજાના દૂષણોને કોઈને કહેતા નથી (તેમ) તેણે તે બંનેના તેવા પ્રકારના વૃત્તાંતને કોઈને પણ જણાવ્યો નહિ. ૧૫૮૯.
ઉપદેશ સપ્તતિ : ૨૦૪