________________
૧૮. ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા ધર્મબુદ્ધિએ મનમાં વિચાર્યું અહો ! આની નિર્લજ્જતા, અહો ! માયાનું હોંશિયારીપણું. ૧૫૫૭.
૧૯. અહીં શ્રીધર્મ એ જ મારો મિત્ર છે. બીજા સહાયકો વડે શું ? સવારે પરીક્ષા કરવી જોઈએ ઈત્યાદિ રાજા વગેરેએ કહ્યું. ૧૫૫૮.
૨૦. ત્યારબાદ પાપબુદ્ધિએ રાત્રિમાં પોતાના પિતાને કહ્યું. ખરેખર આ સઘળો ખોટો ઝઘડો મારા વડે આરંભ કરાયો. ૧૫૫૯.
૨૧ પિતા વડે એ પ્રમાણે કહેવાયું તું શું કામ કરે છે ? દુષ્ટ બુદ્ધિવાળા તેણે કહ્યું હે પિતાજી ! તમે જંગલમાં જઈને કોઈક બખોલમાં પ્રવેશ કરો. ૧પ૩૦.
૨૨. રાજા વગેરે પૂછે ત્યારે તમારે સવારે એ પ્રમાણે કહેવું (ક) પાપબુદ્ધિ નિષ્કલંક છે અને ધર્મબુદ્ધિ ચોર છે. ૧૫૯૧.
૨૩. તેના વડે એ પ્રમાણે શિખાવેલ પિતાએ તે પ્રમાણે જ સઘળું કાર્ય કર્યું અને સવારે લોકો મળતે છતે તેણે તે પ્રમાણે જ કહ્યું. ૧૫૬૨.
૨૪. જ્યાં-ત્યાં જુએ છે પણ કોઈ દેખાતું નથી. સર્વે પણ લોકો આશ્ચર્ય સહિત શીધ્ર ઉચા કાનવાળા થયા. ૧૫૬૩.
૨૫. એકાએક ઉત્પન્ન થયેલ બુદ્ધિવાળા ધર્મબુદ્ધિએ ત્યારે રાજાને કહ્યું હે દેવ ! આ બખોલને બાળી નખાશે. ૧૫૬૪.
- ૨૬. જેથી કરીને દેવ અથવા મનુષ્ય જે કોઈ હોય તે પ્રત્યક્ષતાને પામે એમ કહીને એકાએક ઉઠીને કેટલામાં આ બાળે છે. ૧૫૬૫.
૨૭. તેટલામાં જેમ કર્મ વડે પ્રેરાયેલ જીવ માતાની કુશીમાંથી નીકળે તેમ તે પિતા તે બખોલમાંથી ક્ષણ માત્રમાં નીકળ્યા. ૧૫૬૬.
ઉપદેશ સપ્તતિ : ૨૦૧