________________
૯. એ પ્રમાણે સાંભળીને સરલ હૃદયવાળા (ધર્મબુદ્ધિ) એ પાંચસો પ્રમાણ સોનામહોરોને ત્યાં જ સ્થાપન કરી (દાટી) અને તેના મનના વિશ્વાસને માટે બીજાએ પણ (પાંચસો પ્રમાણ સોનામહોરોને ત્યાં જ સ્થાપન કરી.) ૧૫૪૮.
૧૦. બંને પોતાના ઘરે આવ્યા અને બંનેના વધામણા થયા. કેટલાક દિવસ પછી તે જમીનમાં રહેલું ધન પાપબુદ્ધિ લાવ્યો. ૧૫૪૯.
૧૧. હવે અવસ૨ને પામીને પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું. હે મિત્ર ! આવ, જેમ હમણાં તે ધનને ગ્રહણ કરીએ (લઈ આવીએ) ૧૫૫૦.
૧૨. તે-બંને સ્થાનને ખાલી (ધનરહિત) જોઈને તે પાપબુદ્ધિએ કહ્યું. ખેદની વાત છે કે કોઈક વ્યક્તિ વડે આપણા બંનેના જીવન જેવું ધન હરણ કરાયું. ૧૫૫૧.
૧૩. ‘તેને ધિક્કાર હો, તે પાપાત્મા (પાપી) મરાય, શું કરાય ? એ પ્રમાણે તે (પાપબુદ્ધિએ) સાચાની જેમ બનાવટી વિલાપોને કર્યા. ૧૫૫૨.
૧૪. હવે તે પાપી (પાપબુદ્ધિ) એ ધર્માત્મા એવા ધર્મબુદ્ધિને કહ્યું - અરે ધર્મધૂતારા ! અરે દુષ્ટ ! તારું જ આ કાર્ય છે. ૧૫૫૩.
૧૫. ધર્મબુદ્ધિએ પણ કહ્યું, હે ભાઈ ! શા માટે આ રીતે બોલો છો. આવા પ્રકારનું કાર્ય મારા જેવાનું ન હોય, પરંતુ કોઈ પણ પાપીનું હોય. ૧૫૫૪.
૧૬. બંનેનો વિવાદ થયો અને તે બંને રાજસભામાં ગયા ત્યારે પાપબુદ્ધિએ કહ્યું. આ ધર્મબુદ્ધિ ચોર છે. ૧૫૫૫.
૧૭. રાજપુરુષોએ કહ્યું. તમારા બંનેની કોઈ પણ સાક્ષી વિદ્યમાન છે ? પાપબુદ્ધિએ કહ્યું. અમારે વનદેવતાઓ સાક્ષીરૂપે છે. ૧૫૫૬.
ઉપદેશ સપ્તતિ ૨૦૦