________________
૨૩. આ (ઉઝિત) પલાઠી વાળીને તેઓની આગળ બેઠો. શઠ એવો તે નમ્યો નહિ, તે તાપસો વડે પણ આ પ્રમાણે ન બેસ, એમ કહેવાયું. ૧૫૨૭.
૨૪. ત્યારબાદ ગુસ્સે થયેલ (ઉજ્મિતે) તે આશ્રમના વિશ્રામનો ત્યાગ કરીને નિરંતર જંગલમાં ભમતા એક સિંહને જોયો. ૧૫૨૮.
૨૫. ગર્જનાના આડંબરથી ભયંકર ક્રોધિત થયેલ સિંહ પણ પૂછડી ઉછાળીને ઉજ્જિતની ત૨ફ દોડ્યો. માની એવા તેણે (ઉજ્જિતે) પણ વિચાર્યું. ૧૫૨૯.
૨૬. ખેદ છે કે ! આ પશુ કોણ છે ? અથવા આ બિચારાથી કોણ નાશી જાય
•
છે. પશુથી પણ ડરતા એવા મને લોકો પણ હસશે. ૧૫૩૦.
૨૭. એ પ્રમાણે અહંકારથી તે સિંહથી નહિ ભાગી જતો તેના વડે મરાયો. શાસ્ત્રમાં પણ સંભળાય છે કે ખરેખર મનુષ્યોને એ પ્રમાણે માન કષાય અધિકતર હોય છે. ૧૫૩૧.
૨૮. તેથી તે જ નગ૨માં વારંવાર ગધેડો, ઉંટ, ઘોડો થયો. ત્યારબાદ .પુરોહિતનો પુત્ર થયો. ૧૫૩૨.
૨. સર્વ વિદ્યાઓના પારને પામીને પણ તે મરણ પામ્યો. ત્યારબાદ અહંકારના દોષથી તે.જ નગરમાં હરિજન થયો: ૧૫૩૩.
૩૦. જેમ-જેમ પુરોહિત તેને જુએ છે તેમ તેમ એને સ્નેહ થાય. જેથી પહેલાના થયેલ સ્નેહ અને વૈર (પણ) દુઃખે કરીને ત્યજાય છે. ૧૫૩૪.
૩૧. એક દિવસ તે નગરમાં આવેલા કેવલજ્ઞાની પાસે પુરોહિતે તેના સ્નેહના કારણને પૂછ્યું. તેમણે પણ કહ્યું. ૧૫૩૫.
ઉપદેશ સપ્તતિ : ૧૯૭