________________
“ઉપદેશ-૪”
૧. પ્રાણીઓને આઠ પ્રકાર વડે વિડંબના પમાડતો માન કષાય પણ શ્રેષ્ઠ મનવાળાઓને કેવી રીતે માન્ય થાય ? ઉજ્જિત નામનો રાજાનો પુત્ર જે માનને પ્રાપ્ત કરીને પોતાના જીવિતથી રહિત જણાયો. ૧૫૦૧.
આઠ પ્રકારના મદનું ફળ આ છે
૧. રાજ્યના ભોગને વિષે સ્પૃહાવાળા આર્ત્તધ્યાન કરનારા (પ્રાણીઓ) તિર્યંચયોનિમાં જાય છે. જાતિ મદ વડે અભિમાની પ્રાણીઓ કૃમિની જાતિને જ પામે છે. ૧૫૦૨.
૨. કુલનો મદ કરનારા શિયાળ થાય છે. રૂપનો મદ કરવાથી ઉંટની યોનિમાં જાય છે. બળનો મદ કરવાથી પણ પતંગિયા, બુદ્ધિનો મદ ક૨વાથી બોકડા થાય છે . ૧૫૦૩.
૩. ઋદ્ધિનો મદ કરવાથી કૂતરા વિગેરે, સૌભાગ્યનો મદ કરવાથી સર્પા-કાગડા વિગેરે લોભનો મદ કરવાથી બળદ થાય છે. આ આઠે મદ દુષ્ટ હોય છે. ૧૫૦૪.
એ પ્રમાણે શ્રી મહાપુરુષોના ચરિત્રમાં કહ્યું છે
૧. નન્દિનગરમાં નીતિરૂપી વેલડીના વનને સિંચતો, મેઘની જેમ સર્વ તાપને દૂર કરનાર, રાજા રત્નસાર હતો. ૧૫૦૫.
૨. તેને જે સાક્ષાત્ પ્રેમની લતા હોય એવી પ્રેમલતા નામે રાણી હતી. એક વખત કોઈ એક જીવ તેના ગર્ભમાં આવ્યો. ૧૫૦૬.
૩. તેના પ્રભાવથી તેણીને રાજાને મારવું, ચોરી કરવી, ઠગવું, ગળા ફાંસો ખાવો વિગેરે ખરાબ દોહલાઓ ઉત્પન્ન થયા. ૧૫૦૭.
૪. ઉત્પન્ન થયેલ માત્ર પણ આ બાલક તેણી વડે ગુપ્ત રીતે બહાર મૂકાવાયો, પરંતુ આયુષ્ય બલવાન હોવાથી બિચારો તે મરણ ન પામ્યો. ૧૫૦૭.
ઉપદેશ સપ્તતિ ૧૯૪