________________
ઉપદેશ-૩” ૧. તેઓમાં (ચારે કષાયોમાં) પણ આ ક્રોધરૂપી દાવાનલ પ્રાણીઓના અદ્ભુત પુણ્યરૂપી જંગલને બાળે છે. જે ક્રોધરૂપી દાવાનલનું આસેવન કરે તે સૂર બ્રાહ્મણની જેમ આલોક અને પરલોકમાં પોતાને અને બીજાને પીડા કરનાર થાય. ૧૪૬૫.
૧. શ્રી વસંતપુરમાં કનકપ્રભ નામે રાજા હતો. સર્વ કાર્યનો અધિકારી, સર્વ લોકોને ઈષ્ટ, સુયશ નામે તેને ગોર (પુરોહિત) હતો. ૧૪૬૦.
૨. અત્યંત ક્રોધી, ઝઘડો જેને પ્રિય છે એવો તેને સૂર નામે પુત્ર હતો. જે દુષ્ટ બુદ્ધિવાળો હંમેશાં અગ્નિની જેમ બળતો રહે છે. ૧૪૬૭.
૩. તેના પિતા સ્વર્ગમાં ગયે છતે એક વાર રાજા વડે કોપથી તેના પુત્રને છોડીને બીજો પુરોહિત પદે સ્થાપન કરાયો. ૧૪૯૮.
૪. ત્યાર બાદ વેષને ધારણ કરતો, તેના છિદ્રોને શોધતા એવા તેણે ત્યાં રાજાને વિષે મારવાના ઘણા ઉપાયોને ચિંતવ્યા. ૧૪૯૯.
૫. એક દિવસ તેણે ગાયને દોહવાના સમયે લાત વડે ગાયને મારી. તેના વડે મર્મ સ્થલમાં ઘા કરાયેલી બિચારી મૂચ્છ પામેલી તે મરણ પામી. ૧૪૭૦.
. . ૬. ખેદની વાત છે ! આ તેં શું કર્યું? હે પાપી ! આ ગાય શી રીતે કરાઈ. વિગેરે જેમ તેમ બોલતી પોતાની પત્ની પણ આના વડે હણાઈ. ૧૪૭૧.
૭. કોલાહલ થયે છતે ત્યાં આવેલ રાજાના સેવકો વડે આ (સૂર) બાંધીને રાજાની પાસે લઈ જવાયો. તેણે પણ તેને વધનો આદેશ આપ્યો. ૧૪૭ર.
૮. તેઓ અનેક પ્રકારની વિડંબનાપૂર્વક સૂરને નગરની બહાર લઈ જાય છે તેટલામાં તેના પુણ્યયોગથી કોઈક તાપસ મળ્યો. ૧૪૭૩.
ઉપદેશ સપ્તતિ
૧૯૦