________________
ઉપદેશ-૨” , ૧. પ્રાણીઓના સમૂહની હિંસા કરવાથી કષ એટલે સંસાર અને તેનો આય એટલે લાભ થાય છે, એ પ્રમાણે યુક્તિથી કષાયો કહેવાયા. વૃદ્ધિ પામતા સર્પની જેમ આ કષાયો પ્રાણીઓના કુશલને માટે શી રીતે થાય ? ૧૪૩૯. : -
૨. કારણ સહિત અથવા કારણ વિના કરાયેલા કષાયો ભવની વૃદ્ધિને માટે થાય છે. જેમ ચોરો વડે ઉગ કરાયેલ એક કુંભારે ફોગટ અનર્થની પરંપરાને વિસ્તારી. ૧૪૩૭.
૧. તે આ પ્રમાણે - એક ગામમાં ચોરો રહેતા હતા. તેઓ સર્વે બીજાના દ્રવ્યનું હરણ કરીને આજીવિકા ચલાવનારા હતા. ૧૪૩૮.
૨. જેમ એક વડે જે કહેવાયું, વળી તે પ્રમાણે જ બીજાઓ પણ બોલે એમ બે વાર બોલનારા તેઓ ચાલાક ચોર એ પ્રમાણે પ્રખ્યાત હતા. ૧૪૩૯.
૩. એક વખત કોઈ કુંભાર લાભની ઈચ્છાથી વાસણો વડે ગાડાને ભરીને વેચવા માટે ત્યાં ગામમાં આવ્યો. ૧૪૪૦.
૪. બળદો વડે ફરતા એવા તે ગાડાને જોઈને એક મુખ્ય બળદનું હરણ કરવાની - ઈચ્છાવાળા સભામાં બેઠેલા તેઓએ (ચોરોએ) કહ્યું. ૧૪૪૧.
* ૫. અરે ! અરે ગામવાસીઓ ! આશ્ચર્ય છે જુઓ, જુઓ વાસણોથી ભરેલું પણ ગાડું એક બળદ વડે જાય છે. ૧૪૪૨.
- . એ પ્રમાણે જ તે સર્વ ગામવાસીઓ વડે કહેવાતા વચનને સાંભળીને કુંભારે પણ મનમાં એ પ્રમાણે વિચાર્યું. ૧૪૪૩.
: ૭. ચાલાક ચોરો આ એક બળદનું હરણ કરશે. જે કારણથી દુષ્ટ આશયવાળા આ ચોરો વડે મુખ્ય બળદ હોવા છતાં નહીં હોવા બરાબર કર્યો. ૧૪૪૪.
ઉપદેશ સપ્તતિ
૧૮૬