SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. ત્યાં તપાગચ્છના આચાર્ય શ્રી સોમપ્રભસૂરીશ્વરજી છે, તેમને મળવા માટે તે આચાર્ય ભગવંત નગરની અંદર ગયા. ૧૩૮૪. * ૨૮. ત્યાં તેઓ વડે ઉભા થવું. આસન વગેરે આપવું વગેરેથી બહુમાન કરાયેલા તેઓએ તેમને કહ્યું. જેમની આવા પ્રકારની ક્રિયા છે એવા તમે આરાધવા યોગ્ય છે. ૧૩૮૫. ર૯ તેઓએ પણ જવાબ આપ્યો, હે પ્રભો ! અમારી પ્રશંસા શું કરો છો? તમે ધન્ય છો જેના આધારે જિનેશ્વર પરમાત્માનું શાસન જાગે છે. ૧૩૮૬. ૩૦. એ પ્રમાણે પ્રીતિવાળા તે બંને પરસ્પર જેટલામાં વાત કરે છે. તેટલામાં ઉપાશ્રયની અંદર જે કુતૂહલ થયું તે કહેવાય છે. ૧૩૮૭. ૩૧. એક સાધુની સિક્કિકા ઉંદર વડે નાશ કરાઈ. મુનિએ ગુરુ ભગવંતની સમક્ષ આવીને પોકાર સહિત કહ્યું. ૧૩૮૮. - ૩૨. ત્યારે શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા વડે વિદ્યા વડે આકર્ષાયેલ ઉપાશ્રયમાં રહેલા સર્વ ઉંદરો ઉપસ્થિત કરાયા. ૧૩૮૯. * ૩૩. મુખને નમાવીને નમસ્કાર કરીને) બે હાથ જોડીને ભયભીત થયેલા ઉદરી વિનયવાન શિષ્યની જેમ ગુરુ ભગવંતની આગળ ઉભા રહ્યા. ૧૩૯૦. : ૩૪. અરે ! અરે ! ઉંદરો સાંભળો, જે કોઈ અપરાધવાળો હોય તે રહો, બીજા સર્વ જાઓ અને પોતાની ઈચ્છા મુજબ ફરો. ૧૩૯૧. ૩૫. આ પ્રમાણે આચાર્ય ભગવંતના વચન સાંભળીને બધા ઉંદરો ઉતાવળે પગલે કુદકા મારીને ચાલ્યા ગયા. માત્ર એક ચોરની જેમ ઉભો રહ્યો. ૧૩૯૨. ઉપદેશ સપ્તતિ ૧૭૯
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy