________________
૧૮. ઓમ્ (હા) એ પ્રમાણે સ્વીકારતે છતે રાજા ત્યાં ચાલતે છતે વડ પણ આચાર્ય ભગવંતના પ્રભાવથી સેવકની જેમ સાથે ચાલ્યું. ૧૩૭૫.
૧૯. ચાલતા એવા તે વડને જોઈને વિકસ્વર નેત્રવાળા લોકો પગલે પગલે આચાર્ય ભગવંતની અને રાજાની પ્રશંસા કરે છે. ૧૩૭૬.
૨૦. કેટલોક માર્ગ ઓળંગ્યા બાદ રાજાએ ગુરુને કહ્યું. આ વડ વિસર્જન કરાય. આનો (વૃક્ષનો) ઘણો ફેરો થાય છે. ૧૩૭૭.
૨૧. એ પ્રમાણે (રાજા) કહેતે છતે આચાર્ય ભગવંત વડે કહેવાયું. હે વડ રાજાને નમસ્કર કરીને તે પોતાના સ્થાને જા. આ વડલાએ પણ સારા શિષ્યની જેમ તે પ્રમાણે કર્યું. ૧૩૭૮.
૨૨. રાજા મરુસ્થલમાં (મારવાડમાં) આવતે છતે હાથમાં ભેટયું છે. જેને એવા ત્યાંના નગરના લોકો ઠેકાણે-ઠેકાણે સન્મુખ આવે છે. ૧૩૭૯.
૨૩. સામાન્ય વેષવાળા તેઓને જોઈને રાજાએ તે ગુરુને એ પ્રમાણે પૂછ્યું. આ લોકો લૂંટાયેલાની જેમ કેમ આવા પ્રકારના દેખાય છે ? ૧૩૮૦.
1. ૨૪. દેશનો આચાર હોવાથી અને ઘણા ધનનો અભાવ હોવાથી અહીં પ્રાયઃ આવા પ્રકારના લોકો હોય છે તે સ્વામિનું! બીજું કોઈ કારણ નથી. ૧૩૮૧.
સ્પ. ત્યારબાદ દરેક પુરુષને પાંચ દિવ્ય વસ્ત્ર અને દરેક સ્ત્રીને સુવર્ણના બે ટંક અને સાડી અપાવી. ૧૩૮૨.
રક. એ પ્રમાણે મેઘની જેમ લોકોની આશાને પૂર્ણ કરતો (મેઘ જેમ પાણી આપીને બધાની આશા પૂર્ણ કરે તેમ) અનુક્રમે પાટણની નજીક જંધરાલ નામના - મોટા નગરમાં આવ્યા. ૧૩૮૩.
ઉપદેશ સપ્તતિ ૧૭૮