________________
૧૨. એ પ્રમાણે શીલના જ પ્રભાવથી ફલવાળા આંબાના ઝાડને પ્રાપ્ત કરીને (અમ્બિકાએ) ભૂખ્યા થયેલા તે બન્ને પુત્રોને સંતુષ્ટ કર્યા. ૮૦.
૧૩. હવે બ્રાહ્મણોમાં અગ્રણી એવો સોમભટ્ટ પણ ઘરે આવ્યો. પોતાની પત્નીને નહિ જોતા માતાને પૂછ્યું. તે ક્યાં ગઈ ? ૮૧.
૧૪. અસ્વસ્થ ચિત્તવાળી તેણીએ (સાસુએ) પણ તે વૃતાન્તને શરૂઆતથી કહ્યું. અને તે બ્રાહ્મણ જેટલામાં ભોજનના વાસણોને ઉઘાડીને જુએ છે. ૮૨.
૧૫. તેટલામાં તે વાસણોને ભોજનથી પૂર્ણ ભરેલા જોઈને વિસ્મય મનવાળો, પશ્ચાત્તાપ સહિત શીધ્ર અમ્બિકાના પગલાની પાછળ-પાછળ તે માર્ગ વડે ગયો. ૮૩. - ૧૬. મારું આ સ્ત્રીરત્ન ક્યાં હશે ? એ પ્રમાણે વારંવાર વિચારતો, જલ્દીજલ્દી જતો આગળ પ્રિયા (અંબિકા)ને જોઈ. ૮૪.
૧૭. એટલામાં ઉંચા અવાજે વડે (અંબિકા) ને બોલાવે છે. હે પ્રિયે ! તું ન જા. હું તારું કાંઈ પણ ખરાબ કરીશ નહીં. એ પ્રમાણે કહેતે છતે - ૮૫.
૧૮ વિશ્વાસ વડે દુષ્ટ થઈ છે મતિ જેની) બુદ્ધિવાળી અંબિકા પણ તે (પતિ) ને આવતો જોઈને કદર્થના કરીને મને આ (પતિ) મારશે. એમાં શંકા નથી. ૮૭.
૧૯. એ પ્રમાણે વિચાર કરતી તે અમ્બિકા શ્રી નેમિનાથ પરમાત્માના શરણને સ્વીકારીને બંને પુત્રોને લઈને ઉત્સુકતા. સહિત કૂવામાં પડી. ૮૭.
૨૦. હે દેવી!તારા વડે આ પામર ચેષ્ટા શા માટે કરાઈ ? એ પ્રમાણે વારંવાર બોલતો સોમભટ્ટ પણ ક્ષણમાત્રમાં ત્યાં (કૂવામાં) જ પડ્યો. ૮૮.
ઉપદેશસપ્તતિ ૧૩