________________
૨૭. ઘરના કામને વિચાર, ઘરનું આંગન સાફ કર, મારા ઘરમાં કામ-કાર્ય વિના કેટલો સમય મજા કરીશ. ૧૨૯ર.
૨૮. તેના વડે આ પ્રમાણે આક્રોશ કરાયેલી ગુસ્સે થયેલી એવી તે પિતાના ઘરે ગઈ. તેના વડે કરાયેલ પોતાના દુઃખને માતાની આગળ ગદ્ગદ્ સ્વરે કહ્યું. ૧૨૯૩.
૨૯. કૃષ્ણ પણ કહ્યું. અરે મૂર્ખ ! તારાથી કહેવાયેલું મારા વડે કરાયું છે. તેણીએ કહ્યું - તો હું રાણી થઈશ, મારા પર કૃપા કરો. ૧૨૩૪.
૩૦. કૃષ્ણ.પણ હસીને કહ્યું, “હવે જો તારા પતિ કહે, તો જ તું રાણી થઈ શકે.” ત્યાર પછી તેણીએ પણ એ પ્રમાણે કર્યું. ૧૨૬૫.
૩૧. તેની અનુમતિ વડે તેણીએ વિસ્તારપૂર્વક (મહોત્સવપૂર્વક) શ્રી નેમિનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી અને દુઃખના સમૂહનો નાશ થવાથી સુખી થઈ. ૧૨૬૬.
૩૨. ત્યારે શ્રીનેમિનાથ પરમાત્માના પરિવારમાં અઢાર હજાર સાધુઓ હતા. શ્રીકૃષ્ણ શ્રીનેમિનાથ ભગવાનને કહ્યું. ૧૨૯૭.
૩૩. હે ભગવન્! હે પ્રભો ! જો આપ આદેશ આપો તો આજે હું સર્વ સાધુઓને વંદન કરવાની ઈચ્છાવાળો છું. ૧૨૯૮.
૩૪: લાભને જોઈને - જાણીને અનુજ્ઞા પામેલા, સોળ હજાર રાજાઓથી પરિવરેલા કૃષ્ણ મુનિ ભગવંતોને વંદન કર્યું. ૧૨૬૯.
૩૫. ત્યારે પ્રકર્ષે કરીને ચઢતા એવા હર્ષ વડે પરિપૂર્ણ, ભક્તિથી દેદીપ્યમાન, શત્રુનો નાશ કરવા માટે ઉદ્યત એવા સૈનિકની જેમ તે શોભતા હતા. ૧૨૭૦.
ઉપદેશ સપ્તતિ ૧૬૫