________________
૧૮. આજ્ઞા પ્રદાન કરવામાં શુરવીર તેના આ વચનોને ઓળંગવામાં ભીરૂ એવા તે સઘળા સભાજનોએ તેણે કહેલું સમગ્ર ‘હા’ એ પ્રમાણે સ્વીકાર્યું. ૧૨૫૩.
૧૯. અન્ય લોકોને નહિ રૂચતું છતાં પણ વાસુદેવ વડે પરસ્પર તે બંનેનું પાણિગ્રહણ કરાવાયું. ખરેખર તેવા પ્રકારના પુરુષોને શું અસાધ્ય હોય ? ૧૨૫૪.
૨૦. ભુવનમાં આવેલી દેવીની જેમ દેદીપ્યમાન અલંકારોને ધારણ કરનારી, શ્રેષ્ઠ એવી પાલખીમાં બેઠેલી તે (પુત્રી) પણ તેના (વીરના) ઘરમાં ગઈ. ૧૨૫૫.
૨૧. તેના (વીરના) ઘરનું કાર્ય કરતી નથી અને વિનયને પણ કરતી નથી. પરંતુ તે (વીર) તેના આદેશને વશ થયેલ વચનવાળો જ થયો. ૧૨૫૬. .
૨૨. વાસુદેવની શંકાને કરતો એવો તે તેણીને દેવીની જેમ માને છે. તે વીર પણ વાસુદેવના હૃદયમાં રહેલા ભાવને જાણતો નથી. ૧૨૫૭. .
૨૩. એક વખત કૃષ્ણ વડે વીર બોલાવાયો અને કહ્યું, તારી પત્ની ઘરનું કામ કરે છે કે નહિ ? વિનયવાન એવા તેણે પણ તેમને કહ્યું. ૧૨૫૮. દt
- ૨૪. શ્રેષ્ઠ (અત્યંત) સૌન્દર્યવાળી તમારી પુત્રી મારા વડે દેવીની જેમ આરાધાય છે. સર્વે પણ સભાજનો હસે છે. વાસુદેવે પણ તેને કહ્યું. ૧૨૫૯.
૫. તેણીની પાસે ઘરનું સઘળું કામ તારે કરાવવું. થોડી પણ મારી શંકા તથા તેણીની પણ શંકા ન કરવી ન ડરવું). ૧૨૬૦.
૨૯. ઘરમાં આવેલ વીરે તેણીને ખૂબ ઠપકો આપ્યો. હે પાપિણી ! કયા કારણથી બેસી રહી છે. ઉઠ, રસોઈ કર. ૧૨૩૧.
ઉપદેશ સપ્તતિ ૧૬૪