________________
ઝરતા એવા રસવાળા મહુડાના ઝાડને જોઈને ભોજરાજા પ્રતિ ધનપાલ કવિ પણ કહે છે. તે આ પ્રમાણે -
૧. જ્યારે પાત્ર છે ત્યારે ધન નથી, જ્યારે ધન છે ત્યારે પાત્ર નથી. એ પ્રમાણે ખરેખર ચિંતામાં પડેલ મહુડાનું ઝાડ આંસુ સારવા વડે રૂદન કરે છે. એમ હું માનું છું. ૭૨.
૧. મહુડાનું વૃક્ષ પણ ફલને પ્રાપ્ત કરતે છતે પણ પાંદડારહિત હોવાથી રડે છે. ખરેખર અભવ્ય જીવો દાનના અવસરને પામતા નથી. ૭૩.
૨. પાંદડા સહિત મધુર એવું જે આંબાનું વૃક્ષ ફળે છે, તે મિત્ર જેવું આચરણ કરે છે અને પાંદડા વિનાનું જે (આંબાનું ઝાડ) ફળે છે તે મધુર હોવા છતાં પણ અમધુર છે. ૭૪.
૭. (બહારથી) જલ્દી આવતી એવી તે સાસુને કોઈક પાડોસન વડે તે વૃત્તાંતને જણાવાયું, રૂખ એવી તે સાસુએ તે અમ્બિકા પ્રત્યે આ પ્રમાણે આક્રોશ કર્યો. ૭૫.
૮. હે પાપિણી ! તારાં વડે આ શું કરાયું ? મારા ઘરને અભડાઈ દીધું (કલંકિત કર્યું), ધાન્યનો વિનાશ કર્યો. અરે ! તું મારા ઘરમાંથી જા. ૭૯.
.
૯. એ પ્રમાણે સાસુથી આક્રોશ કરાયેલી અને મરણનો કર્યો છે નિશ્ચય જેણે એવી તે અંબિકા બન્ને નાના પુત્રોને લઈને ગુપ્ત રીતે ઘરમાંથી બહાર ગઈ. ૭૭.
૧૦. ગિરનાર પર્વતના સ્વામી શ્રી નેમિનાથ પરમાત્માના ધ્યાનમાં ધારણ કરાયેલ બુદ્ધિવાળી અમ્બિકા પાસે પાણી પીવાની ઈચ્છાવાળા બન્ને પુત્રો વડે પાણી મંગાયું. ૭૮. : -
૧૧. આ અંબિકાએ પોતાના શીલના પ્રભાવથી બન્ને પગ વડે ભૂમિને ખોદીને નિર્મલ એવું જલ કાઢીને પુત્રોને પાયું. ૭૯.
ઉપદેશ સપ્તતિ ૧૨