________________
૭. તે પુરુષ વડે મારે વિષે સંઘપતિની શ્રુતિ શી રીતે થાય ? જો ઘણા ચોખા વડે કરીને મને વધાવે ત્યારે તમારે વિષે) સંઘપતિની શ્રુતિ થાય ત્યારે હું પોતાને ધન્ય માનું. ૧૧૫૯.
૮. ભરત મહારાજાએ વંદન કરીને કહ્યું. તે સ્વામિન્ ! પ્રાણીઓને પ્રિય કરનાર એવા આ પદને કૃપા કરીને મને આપો. ૧૧૬૦.
૯. ત્યારબાદ ઈન્દ્ર વગેરે દેવોની સહિત, સંઘ સહિત પરમાત્માએ ઉઠીને ભરત મહારાજા ઉપર અક્ષત અને વાસક્ષેપ નાંખ્યો. ૧૧૬૧.
૧૦. ત્યારે રાજા અને તેમની પત્ની સુભદ્રાના ગળામાં ઈન્દ્ર મહારાજાએ દિવ્ય એવી માળા લાવીને હર્ષપૂર્વક નાંખી. ૧૧૧ર.
૧૧. ત્યારે સર્વ સામગ્રી સહિત ઈન્દ્ર મહારાજાએ લાવેલા સોનાના મંદિરપૂર્વક રાજાએ યાત્રાને માટે પ્રયાણ કર્યું. ૧૧૬૩.
૧૨. હાથી-ઘોડા-રથ-સૈન્ય વિગેરે વિશાલ પરિવારથી યુક્ત સવા કરોડ પુત્ર અને રત્નો વડે શોભતા હતા. ૧૧૬૪.
: ૧૩. હવે સેંકડો નગરના નાયક સોમયશ રાજા ત્રણ ગુણીયા આઠ = ચોવીશ હજાર બહોંત્તર પૌત્રો - ૧૧૬૫.
'. ૧૪. એક લાખ હાથી, પાંચ ગુણીયા સાત-પાંત્રીસ લાખ મોટા ઘોડાઓ, સવા કરોડ સૈન્ય, સાતસો રાજાઓ સહિત - ૧૧૬૯.
૧૫. બે ગુણીયા અગ્યાર=બાવીશ લાખ વિશાલ રથથી યુક્ત, બત્રીસ લાખ સારા ગામના રાજા સહિત પ્રયાણ કર્યું. ૧૧૬૭. (ત્રણ શ્લોક વડે વિશેષક કહેવાય છે.)
ઉપદેશ સપ્તતિ ઉપર