________________
“ઉપદેશ-૧૪”
૧. કોઈ પણ ધન્ય પુરુષને પણ સર્વ ઈચ્છિતને આપનાર એવો શ્રી તીર્થનો યોગ ભાગ્યથી થાય છે. તેમાં પણ આ સિદ્ધાચલની ભૂમિ છે. જેના વડે હત્યા વગેરે દોર્ષો પણ દૂર કરાયા છે. ૧૦૮૨.
૧. શ્રાવસ્તી (સાવી) નગરીમાં ત્રિશંકુ કુલમાં દીપક સમાન, પોતાના પરાક્રમ વડે ત્રણ લોકનું રક્ષણ કરનાર ત્રિવિક્રમ એ પ્રમાણે રાજા છે. ૧૦૮૩.
.
૨.
એક વખત તેણે જંગલમાં ક્યાંક વડના ઝાડ પર પક્ષીઓના માળામાં ક્રીડા કરતા અને કટુ બોલનાર કોઈક પક્ષિને જોયું. ૧૦૮૪.
૩. આ દુષ્ટ પક્ષી છે એ પ્રમાણે (વિચારીને રાજાએ) વેગથી બાણને ખેંચીને તેને (પક્ષીને) હણ્યું અને પાછળથી કંઈક પશ્ચાત્તાપ થયો. ૧૦૮૫.
૪. અમુક સમય પછી (વૈરાગ્યથી રંગાયેલ) વૈરાગ્યપૂર્ણ રાજા દીક્ષાને અંગીકાર કરીને અનુક્રમે મહાન ઋષિ થયો. ૧૦૮૬.
૫. દુષ્કર એવા તપોને કરવા વડે ઉત્પન્ન થયેલ તેજાલેશ્યાવાળા તે ઋષિએ ભવ્ય પ્રાણીઓને બોધ પમાડતા પૃથ્વી પર વિહાર કર્યો. ૧૦૮૭.
ૐ. ત્યારે તે પક્ષી પણ મરીને કોઈક ઠેકાણે પલ્લીમાં ભીલ થયો. વિવિધ પ્રકારના પાપોને કરતો પોતાનું પેટ ભરનાર થયો. ૧૦૮૮.
૭. એક દિવસ વિહાર કરતા તે ઋષિ ક્યાંક તેને (ભીલને) દૃષ્ટિમાર્ગમાં આવ્યા. ગુસ્સે થયેલ એવા તેના વડે લાકડી વગેરેથી તાડન કરાયા. ૧૦૮૯.
૮. અત્યંત કોપ વડે આકુલ હોવાથી પોતાના આચારને ભૂલી જઈને પોતાને ઉત્પન્ન થયેલ તેજોલેશ્યા વડે તે ભીલને બાળ્યો. ૧૦૯૦.
ઉપદેશ સપ્તતિ ૧૪૩