SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. સુવર્ણના દંયુક્ત કલશવાળું સુંદર એવી મંડપની શ્રેણિવાળુ દેવકુલિકાથી યુક્ત અનુક્રમે તે મંદિર થયું. ૧૦૭૪. ૨૧. ત્યાં જિનેશ્વર પરમાત્માની સ્તુતિ પૂજા વગેરે ભક્તિપૂર્વક વારંવાર કરી. વૃદ્ધપણું પ્રાપ્ત થયે છતે તે શ્રેષ્ઠીએ તપસ્યાને સ્વીકારી. ૧૦૭પ. . કંઈક વ્રતની વિરાધના કરીને મરીને તે કુદેવપણું પામ્યો. ત્યાંથી વીને તે હું ચોરના કુલમાં ચોર થયો. ૧૦૭૬. ૨૭. આજે મંદિરને જોઈને હું જાતિસ્મરણ જ્ઞાનને પામ્યો. અહીં જિર્ણોદ્ધારને કરાવીને તમે મારા સાધર્મિક થયા. ૧૦૭૭. ૨૮. જીર્ણોદ્ધારને કરાવતા એવા તમારા વડે માત્ર પોતાનો આત્મા જ નહીં - પરંતુ નરકરૂપી ખાડામાં પડતો એવો હું ઉચ્ચ પ્રકારે ઉદ્ધાર કરાયો. ૧૦૭૮. ૨૯. એ પ્રમાણે બોલવામાં તત્પર. તે ચોર, દેવતાએ આપેલ વેષને ધારણ કરનાર સંયત થયો. રાજા વિગેરેએ તેને (સંયતને) વંદન કર્યું. ૧૦૭૯. ૩૦. અનુક્રમે તે મોલમાં ગયો અને વિજય પણ સદ્ગતને સ્વીકારીને સૌધર્મ દેવલોકંમાં દેવ થઈને એક ભવને ધારણ કરવા વડે નિર્વાણ પામ્યો. ૧૦૮૦. ૩૧. એ પ્રમાણે નવા મંદિરના નિર્માણના તેમજ જીર્ણોદ્ધારના ફલને સાંભળીને ભવનો નાશ કરવાની ઈચ્છાવાળા હે ભવ્ય પ્રાણીઓ ! મંદિરને કરાવવામાં તમે - મનને કરો. ૧૦૮૧. II એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં તેરમો ઉપદેશ છે. તે ઉપદેશ સપ્તતિ ૧૪૨
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy