________________
૯. જે પ્રમાણે પ્રતિમાની પૂજા થાય તે પ્રમાણે તમારા વડે કરાય. એ પ્રમાણે કહીને દેવે અદ્રશ્ય થયો. તેઓ પણ સવારમાં ત્યાં ગયા. ૮૩૩.
૧૦. એટલામાં તેઓ ભૂમિને ખોદીને તે મૂર્તિને રથમાં સ્થાપન કરે છે તેટલામાં જીરાપલ્લી નગરીના લોકો આવ્યા. ૮૩૪.
૧૧. તેઓએ કહ્યું - આપનું અહીં અસ્થાને આગમન કેવું? અમારા ગામની સીમાડે રહેલી પ્રતિમાને તમારા વડે શી રીતે ગ્રહણ કરાય ? ૮૩૫.
૧૨. એ પ્રમાણે ત્યાં વિવાદ થયે છતે ત્યાં વૃદ્ધ પુરુષોએ કહ્યું. એક તમારો અને એક અમારો એમ બે બળદોને જોડો. ૮૩૭.
૧૩. જ્યાં તેઓ (બળદો) લઈ જાય ત્યાં દેવ પોતાની ઈચ્છા મુજબ જાય. કર્મબંધના એક હેતુરૂપ તમારા વિવાદ વડે શું? ૮૩૭.
૧૪. એ પ્રમાણે કરતે છતે તે પ્રતિમા જીરાપલ્લી નગરીમાં આવી. ત્યાં મહાજનો વડે તે પ્રતિમાના પ્રવેશનો મોટો ઉત્સવ કરાયો. ૮૩૮.
ઉપ. પહેલા દહેરાસરમાં રહેલી વિરપરમાત્માની પ્રતિમાને ઉત્થાપીને સર્વ લોકોની અનુમતિપૂર્વક સંઘ વડે તે જ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને મુખ્ય સ્થાને 'સ્થાપન કરાઈ. ૮૩૯.
. જુદા જુદા પ્રકારના અભિગ્રહોને ધારણ કરનારા સંઘો અનેકવાર ત્યાં આવે છે અને તેના અધિષ્ઠાયક દેવ વડે તેઓના અભિગ્રહો (પરચા) પૂર્ણ થાય છે. ૮૪૦.
૧૭. એ પ્રમાણે તે તીર્થ થયું. વળી સર્વ શ્રેષ્ઠીઓમાં આગેવાન એવા ધાંધલ શ્રાવક ફરીથી દેવદ્રવ્યની ચિંતા કરે છે. ૮૪૧.
ઉપદેશ સપ્તતિ ૧૧૨