________________
૨૨. હે દેવ ! આ દેશની આ ઉઘરાની છે. એ પ્રમાણે જાણો. રાજાએ પણ કહ્યું - મારા આદેશ વિના ક્યાંથી કરાવ્યું ? ક૭૩.
૨૩. સજ્જને કહ્યું – દહેરાસરના પુણ્યની જ એક શ્રેષ્ઠ ઈચ્છાવાળા આ વ્યાપારીઓ તમારી કૃપાથી સમૃદ્ધ છે. ૬૭૪.
૨૪. તેઓ તમારા ધનને આપશે. તેથી મારા પર કોપ ન કરો. હે સ્વામી!સુવર્ણ (ધન) અથવા દહેરાસરનું પુણ્ય, જે તમને રૂચે ગમે) તે ગ્રહણ કરો. ક૭૫.
૨૫. એ પ્રમાણે કહેતે છતે રાજા બોલ્યો. મને દહેરાસરનું પુણ્ય હો. પરંતુ મારા નામ વડે જ આ દહેરાસર કહેવાય. તેણે (મંત્રીએ) પણ રાજાને કહ્યું. ક૭૬.
રક. આ દેવનો પ્રાસાદ છે. આ સર્વે પણ દેખાય છે (તે આપની જ કૃપા છે) ગરીબ એવા મારું કીર્તિને કરનાર કીર્તન કેવું ? ક૭૭.
૨૭. ત્યારબાદ પુણ્યવાન એવા તેના પર અત્યંત ખુશ થયેલ રાજાએ ફરીથી વ્યાપાર (દહેરાસરનું કાર્યો તેને સમર્પણ કરીને પોતે પ્રભાસપાટણમાં ગયો. ક૭૮.
- ૨૮. ત્યારબાદ સજ્જને પણ ભક્તિથી રેશમી વસ્ત્રવાળી ધ્વજાને ગિરનારથી આરંભીને શત્રુંજય સુધી વિસ્તારી. ક૭૯.
૨૯. (બાણ - પની સંખ્યા, અષ્ટ - આઠની સંખ્યા, રૂદ્ર - ૧૧ ની સંખ્યા) વિક્રમ સંવત-૧૧૮૫ વર્ષે સજ્જન મંત્રીએ આ દહેરાસર કરાવ્યું. ૧૮૦.
૩૦. તેના વડે જૂના નાણા સ્વરૂપ ટંકનો એક ક્રોડ બહોંતેર લાખ પ્રમાણ ધનનો વ્યય કરાયો. એ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે. ૯૮૧.
ઉપદેશ સપ્તતિ ૯૨