________________
૧૦. એ પ્રમાણે અજ્ઞાનથી ભોગવેલ દેવદ્રવ્ય દુઃખનું કારણ બને છે. એ કારણથી વિવેકને જાણનારાઓ વડે પોતાની શક્તિ પ્રમાણે તે (દેવદ્રવ્ય) રક્ષણ કરવા યોગ્ય છે. પપ૧.
૧૧. જો નરકમાં જલ્દી જવાની ઈચ્છા હોય તો અધિકારી (કોતવાલ વિગેરે) ત્રણ માસ પર્યત (દેવદ્રવ્યનું ભક્ષણ કરે), મંદિરના પુજારી ત્રણ દિવસ પર્યત અને પુરોહિત (સ્વામી, બાવા વિગેરે) એક દિવસ દેવદ્રવ્યનું ભક્ષણ કરે. પપર.
૧૨. દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા પાણી રહિત વિધ્યાચલના જંગલની સુકાયેલી ગુફાઓમાં રહેનારા કાળા સર્પો થાય છે. પપ૩.
૧૩. હે ભવ્યપ્રાણીઓ ! દેવદ્રવ્યના રક્ષણ અને વિનાશવાળા સ્પષ્ટ બે દષ્ટાંતને સાંભળીને એ પ્રમાણે તેના (દેવદ્રવ્યના) રક્ષણના વિધાનમાં પ્રયત્ન કરવો જોઈએ કે જેમાં તમારો સંસાર શીધ્ર અલ્પ થાય. પપ૪.
છે એ પ્રમાણે ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં દેવદ્રવ્ય પર ઓગણીશમો અને વીસમો ઉપદેશ છે. તે
ઉપદેશસતતિ ૭૪