________________
૧. પહેલા જ્યારે ત્રણ જગતને ઈષ્ટ શ્રી રામ નામના રાજા અયોધ્યા નગરીમાં રાજ્યનું પાલન કરતા હતા. ૫૪૨.
૨. ત્યારે કોઈ એક કૂતરાએ રાજમાર્ગમાં બેસેલો હતો. કોઈક બ્રાહ્મણ પુત્રથી કાંકરા વડે કાનમાં હણાયો. ૫૪૩.
૩. નીકળતા લોહીવાળો કૂતરો ન્યાય સ્થાનમાં (કચેરી-કોર્ટમાં) જઈને બેઠો. રાજા વડે બોલાવીને પૂછાયેલા તેણે કહ્યું. અપરાધ વિનાનો હું શી રીતે હણાયો ? ૫૪૪.
૪. તે કૂતરાને મારનાર બ્રાહ્મણ પુત્રને ત્યાં બોલાવીને રાજાએ કહ્યું - આ તને મારનાર છે તું કહે આને શું દંડ અપાય ? ૫૪૫.
૫. કુતરાએ કહ્યું - આ રૂદ્રના મંદિરમાં પુજારીના સ્થાનમાં જોડાય. આ કો દંડ (છે) ? એ પ્રમાણે રાજા વડે કહેવાયેલા કુતરાએ ફરીથી કહ્યું. ૫૪૬.
૬. પહેલા હું સાત જન્મથી (ભવથી) સદા શિવને પૂજીને દેવદ્રવ્યના ભયથી બે હાથ ધોઈને ભોજન કરતો હતો. ૫૪૭.
9. એક વખત શિવલિંગને પૂરવામાં લોકો વડે મૂકાયેલ થીંજેલું ઘી કઠિન હોવાથી વેચનાર એવા મારા નખની અંદર રહી ગયું. ૫૪૮.
૮. ગરમ ભોજનની સાથે ઓગળી ગયેલું (ઘી) અજાણતા મારા વડે વપરાયું. તે ખરાબ કર્મ વડે સાત વાર હું કૂતરો થયો. ૫૪૯.
૯. હે રાજન્ ! આ સાતમા ભવમાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું હવે તમારા પ્રભાવથી મારી વાણી મનુષ્ય સંબંધી થઈ. ૫૫૦.
ઉપદેશ સપ્તતિ 93