________________
૧. વિશ્વપુરમાં હેમંકર રાજા હતો. તેને યુગંધર પુત્ર હતો. એક વખત દેવો વડે જંગલમાં કરાતા કોઈ મુનિના કેવલજ્ઞાનના ઉત્સવને જોઈને ઉત્પન્ન થયેલ જાતિસ્મરણ જ્ઞાનવાળા, ત્યારે જ ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળા, દેવતાએ આપેલ વેષુવાળા એવા તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. રાજા વિગેરે વડે વંદન કરાયેલ (તેણે) પૃથ્વીમંડલ પર વિહાર કર્યો. ઘણા તપોને પણ કર્યા. એક વખત શુકલ ધ્યાનમાં આરૂઢ થયેલ તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ ગામમાં આવ્યા. રાજા વિગેરે વંદન કરવા માટે ગયા. તેમના (મુનિ) વડે પણ ધર્મદેશના પ્રારંભ કરાઈ. તે અવસરે કોઈ એક કોઢિયો સર્વ રોગોની રાજધાનીની જેમ, માખીઓના સ્મશાનની જેમ, પગલે-પગલે બાલકાદિ વડે પણ પત્થર વિગેરેથી મરાતો (પ્રહાર કરાતો) ત્યાં આવ્યો. તેવા પ્રકારની દુર્દશામાં પડેલા તેને જોઈને રાજા વિગેરે તેના (કોઢીયાના) પૂર્વભવને મુનિને પૂછે છે. મુનિ બોલ્યા - કુસુમપુરમાં નંદ અને નાગદેવ બે ભાઈઓ હતા. મોટો ભાઈ વ્યવહારમાં શુદ્ધ હતો. વળી બીજો (નાનો ભાઈ) વિપરીત હતો. એક વખત તે નગરના રાજા વડે પોતે બનાવાયેલ જિનમંદિરના દેવદ્રવ્યના રક્ષણ માટે નિયુક્ત કરાયા. પોતાની શક્તિ પ્રમાણે દેવદ્રવ્યની સંભાળ રાખે છે. એક વખત નાગદેવ ક્ષીણ ધનવાળો નિર્લજ્જતાથી થોડું થોડું દેવદ્રવ્ય ભોગવે છે. વળી મોટાભાઈ વડે (કહેવાયું). ૫૩૪..
૧. જિનેશ્વર પરમાત્માના પ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન-દર્શન વિગેરે : ગુણોની પ્રભાવના કરનાર એવા. જિનેશ્વર ભગવંતના દ્રવ્યનું (દેવદ્રવ્યનું) ભક્ષણ કરનાર અનંતસંસારી થાય છે. પ૩પ.
- ૨. જિનેશ્વર પરમાત્માના પ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન-દર્શન વિગેરે ગુણોની - પ્રભાવના કરનાર એવા જિનેશ્વર ભગવંતના દ્રવ્યનું (દેવદ્રવ્યનું) રક્ષણ કરનાર સંસારથી પાર પામનાર થાય છે. પ૩૩.
૩. જિનેશ્વર પરમાત્માના પ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન-દર્શન વિગેરે ગુણોની પ્રભાવના કરનાર એવા જિનેશ્વર ભગવંતના દ્રવ્યનું (દેવદ્રવ્યનું) ની વૃદ્ધિ કરનાર આત્મા (જીવ) તીર્થંકરપણું મેળવે છે. ૫૩૭.
ઉપદેશસતતિ
૭૧