________________
“ઉપદેશ-૧૦-૨૦” ૧. જેઓ દેવદ્રવ્યનો ઉપભોગ કરે છે તે માણસો દુર્ગતિમાં જનારા હોય છે. (થાય.) અહીં કથાઓ ઘણી છે. તો પણ દિશાસૂચન ઉદાહરણ અપાય છે. પ૩૦.
૧. અહીં ખરેખર એકાંતે શ્રી દેવ-ગુરુની ભક્તિ કરનાર, વિશુદ્ધ શ્રી સમ્યક્ત મૂલ બારવ્રતને ધારણ કરનાર સુશ્રાવક વડે પોતાના અને પરશાસ્ત્રમાં નિષેધ કરેલો હોવાથી અને ઘણા દોષોની સંભાવના હોવાથી દેવસંબંધી દ્રવ્યનો ઉપભોગ કોઈ પણ રીતે ન કરવો જોઈએ. પ૩૧.
૧. દેવદ્રવ્ય વડે જે વૃદ્ધિ થાય અથવા ગુરુદ્રવ્ય વડે જે ધન (ધનવાન) થાય તે ધન કુલના નાશ માટે થાય છે. (અને) મરેલો પણ તે નરકમાં જાય. ૫૩૨.
૧. કડવી તુંબડીનું એક પણ બીજ હજાર ભાર પ્રમાણે ગોળનો નાશ કરે છે. શું વિષનો અંશ પણ બધાના ખીરથી ભરેલ થાળને નિરર્થક નથી કરતો ? (કરે છે.) ૫૩૩.
કેટલાક મૂર્ખાઓ દેવદ્રવ્ય વડે વ્યાપારાદિ કરતાં દેખાય છે, અને કદાચિત નિર્ધનપણું ઉત્પન્ન થયે છતે દેવદ્રવ્યની સારસંભાર કરનારાઓ વડે દ્રવ્ય પાછું માગે છતે એ પ્રમાણે બોલતા હોય છે કે જેમ અમારી પાસે ધન નથી અથવા . પરમાત્મા અમારા પિતાના સ્થાને છે. પિતાનું ધન પુત્રોને આપવા યોગ્ય ન હોય વિગેરે જેમ-તેમ બોલતાં બિચારા તેઓ અનંતાનંત કાળ સુધી સંસારમાં ક્લેશને ભજનારા થાય છે. વળી કેટલાક ધનવાન પણ મોટી ઈચ્છાવાળા મોટા સમુદાયની મધ્યમાં ઘણા ધનથી પહેરી છે ઈન્દ્રમાલા જેને એવું ઘણું દેવદ્રવ્ય મેળવીને (દેવા પેઠે કરીને) તેના આપવામાં હીનતાપૂર્વક વચનો બોલે છે. મનથી પણ તેને આપવાને ઈચ્છતા નથી. દેવના સંતાનો શું ભૂખે મરી જાય છે. તને શું દેવ અધિક પ્રિય છે ? મને શું ઓછા પ્રિય છે ? જ્યારે અવસર દેખાશે ત્યારે હું અર્પણ કરીશ. એ પ્રમાણે સમયને પસાર કરતા કપટી એવા તેઓ પણ તેઓની શ્રેણીમાં રાખવા યોગ્ય છે. પ૩૩.
અહીં બે ભાઈનું દૃષ્ટાન્ન છે -
ઉપદેશ સપ્તતિ
૭૦