________________
૧૯. સેવામાં તત્પર એવા તારા વડે જે દેવો ભક્તિ અને બહુમાનપૂર્વક ઘરમાં લવાયા. તે (દેવો) તારા ઈચ્છિતને આપશે. ૪૮૮.
* ૨૦. ત્યાર બાદ દેવોએ પરસ્પર હસતા-હસતા કહ્યું. ગણેશ ચંડિકાદેવીને કહ્યું. ભક્તને વિષે ઈચ્છિતને આપનારી થા. ૪૮૯.
૨૧. ચંડિકા દેવીએ પણ કહ્યું - જે આ યક્ષ સ્વયં ઈચ્છિતોને આપનાર છે. પ્રૌઢ આસન પર બિરાજિત હંમેશાં મારી પહેલા પૂજાય છે. ૪૯૦.
૨૨. કુશલ યક્ષે પણ કહ્યું – શાસનદેવી દાતારી છે. જેથી વડે પહેલા પણ અપૂર્વ વૈભવ સ્વરૂપ રત્નને અપાયું. ૪૯૧.
* ૨૩. એ પ્રમાણે દેવની વાણીને સાંભળીને જિનેશ્વર પર ભક્તિવાળી એવી મહાદેવીએ હાસ્યપૂર્વક ખેદ પામેલ શ્રીધરને કહ્યું. ૪૯૨.
૨૪. હે ભદ્ર! તું જો. પરસ્પર ઈર્ષ્યાથી યુક્ત આ સઘળા દેવો વડે પણ તારી : ઉપેક્ષા કરાઈ. ૪૯૩. •
: ૨૫. તેથી આ સર્વેનો (દેવોનો) ત્યાગ કરીને તું જિનેશ્વર પરમાત્માને એકાગ્ર ' , ચિત્તથી પૂજ. જેથી આ પરમાત્મા પૂજાતે છતે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. ૪૯૪.
* ૨૯. આચારથી જિતાયેલા સર્વ દેવો વડે જે દેવપણું પ્રાપ્ત (અપાય છે) કરાય છે. તેથી સઘળા દેવોના પણ આ દેવ છે. ૪૯૫.
૨૭. એ પ્રમાણે જાણીને આંકાક્ષારહિત (શ્રીધરે) યક્ષ વિગેરેને આદરપૂર્વક કહ્યું - મહેરબાની કરીને મારા ઘરમાંથી તમે પોતાના સ્થાને જાઓ. ૪૯૬.
ઉપદેશ સપ્તતિ ૧૪