________________
// અહમ્ II, | ટીંટોઈમંડનશ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ |
* || શ્રીમત્સોમધર્મગણિવિરચિત ઉપદેશસપ્તતિકાII.
૧. શ્રી ચંદ્ર સમાન સુંદર, વિશાળ (અને) ઉજ્વળ કીર્તિને પૂરનાર એવા આ વર્ધમાનસ્વામી તમારા કલ્યાણને માટે થાઓ. જેઓએ કહેલા નિર્મલ શ્રી ચારિત્રરત્નનું પાલન કરતા ભવ્ય પ્રાણીઓ સુખી થાય છે. ૧. બીજી રીતે અર્થ -
શ્રી સોમસુંદર ગુરુરાજની ઉજ્વલ કીર્તિઓને (કીર્તિઓની ઉણપને) પૂરી દેનારા એવા આ વર્ધમાનસ્વામી તમારા કલ્યાણને માટે થાઓ. જેઓએ કહેલા નિર્મલ શ્રી ચારિત્રરત્નનું પાલન કરતાં ભવ્ય પ્રાણીઓ સુખી થાય છે.
૨. અનેક ક્ષમાધરો વડે (ક્ષમાને ધારણ કરનારાઓ વડે) સેવવા યોગ્ય છે ચરણરૂપી કમલો જેમના, શ્રેષ્ઠ ક્રિયા કરવાવાળા આ યુગના મુનિઓને વિષે જેઓ હમણાં ચક્રવર્તી પદવીને ધારણ કરે છે, તે શ્રી રત્નશેખર નામના શ્રેષ્ઠ એવા ગુરુભગવંત જય પામો. ૨..
૩. ઘણા વિસ્તારવાળા કથાનો પ્રબંધાદિમાં જે અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓ અનાદરને ધારણ કરે છે. (જો આ ગ્રંથનો ઘણો વિસ્તાર કરવામાં આવે તો અલ્પબુદ્ધિવાળા જીવો આ ગ્રંથ પ્રત્યે આદરને બદલે અનાદરને ધારણ કરે) તેથી તે અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓના હિતને માટે સર્વ લોકોને ઉપયોગી એવી ઉપદેશની
સપ્તતિ (ઉપદેશસપ્તતિકા ગ્રંથ) પ્રારંભ કરાય છે. ૩. ". ૪. દેવાદિ તત્ત્વત્રયીને સમ્યકત્વનું મૂળ (દેવતત્ત્વ, ગુરુતત્ત્વ, ધર્મતત્ત્વ, તત્ત્વત્રયી) કહેલ છે. તેનું સ્વરૂપ જાણવા યોગ્ય છે અને તમન-વચન-કાયા એમ) ત્રણ પ્રકારે સારી રીતે ધ્યાન કરવા યોગ્ય છે. ૪.
૫. દેવતત્ત્વમાં, ગુરુતત્ત્વમાં, ત્રીજા ધર્મતત્ત્વમાં અનુક્રમે) બે, એક અને બે એમ અહીં પાંચ અધિકારો કહેવાશે. ૫.
ઉપદેશ સપ્તતિ