________________
ઉપદેશ-૧૪” ૧. હાથથી વિખરાયેલું, ભૂમિ પર પડેલું, બે પગમાં લાગેલું (અડેલું), મસ્તક ઉપર ધારણ કરેલું, ખરાબ વસ્ત્ર વડે ધારણ કરેલ, નાભિથી નીચે રાખીને લાવેલ,
દુષ્ટ પુરુષો વડે સ્પર્શ કરાયેલ, કુહાડાદિ વડે હણાયેલ (તોડાયેલ), કીડાઓ વડે દૂષિત થયેલ, જેના ભાગ કર્યા હોય તેવું પુષ્પ અને ફળ પણ શ્રાવકો વડે જિનેશ્વર પરમાત્માની પૂજામાં ત્યાગ કરવા યોગ્ય છે. ૪૦૪.
૨. જેઓ આવા પ્રકારના પુષ્પો વડે પરમાત્માની પૂજા કરે છે તેઓનો ભૂવલ્લભનરેન્દ્રની જેમ હલકા કુલમાં જન્મ થાય છે. ૪૦૫.
૧. કામરૂપ નામના નગરમાં પૂર્વ કર્મના પ્રભાવથી ચંડાળના કુળમાં દંતવાળો પુત્ર થયો. ૪૦૬.
૨. આ ખરાબ ભાગ્યવાળો છે એ પ્રમાણે જાણીને માતા વડે તે બાળક બહાર, કઢાયો. અનુક્રમે ત્યાં ત્યાંનો રાજા આવ્યો. ૪૦૭.
: ૩. દયા વડે ભીંજાયેલા ચિત્તવાળા રાજા વડે રૂપવાન બાલક જોવાયો અને ગ્રહણ કરાયો. પરિવાર વડે પાલન કરાયો અને શિક્ષણ પણ અપાયો. ૪૦૮.
* ૪. ભૂમિ પર પડેલો પ્રાપ્ત થવાથી ભૂવલ્લભ નામવાળો તે સર્વ કળાઓને શીખીને સર્વ લોકોને પ્રિય બન્યો. ૪૦૯.
- પ. હવે પુત્ર રહિત રાજા વડે તે (બાળક) રાજ્યમાં સ્થાપન કરાયો. (રાજાએ) વયં દીક્ષા સ્વીકારી અને કાળે શાની થયા. ૪૧૦.
૬. હવે નિર્મલ એવું કેવલજ્ઞાન ઉત્પન થયેલ તે રાજર્ષિ પુત્રને પ્રતિબોધ કરવા માટે એક વખત તે જ નગરમાં આવ્યા. ૪૧૧.
ઉપદેશસાહતિ ૫૩