________________
-
औरसं कृतसम्बन्धं तथा वंशक्रमागतम् । रक्षकं व्यसनेभ्यश्च मित्रं ज्ञेयं चतुर्विधम् ॥१॥
ઓરસ(એક ઉદરથી ઉત્પન્ન થયેલ), સંબંધથી કરવામાં આવેલ, તથા વંશના ક્રમે આવેલ અને સંકટથી બચાવનાર, એમ ચાર પ્રકારના મિત્ર કહેવામાં આવેલ છે. [૧]
औदार्यं प्रभुता धैर्य-मार्जवं मृदुता क्षमा । महतां हितसक्तानां गुणा एते स्वभावजाः ।।२।। પરોપકાર કરવામાં આસક્ત એવા મહાત્માઓમાં ઔદાર્ય, પ્રભુતા, વૈર્ય, સરલતા અને મૃદુતા(કોમળતા) તથા ક્ષમા એ સ્વાભાવિક ગુણો હોય છે. રા.
औत्सुक्यं किं बिभर्ण्यङ्गे प्रविलोक्य सुखानि हि । विद्युत्तेजांसि किं ह्यत्र प्रयान्ति स्थिरतां कदा ।।३।।
હે ભવ્યાત્મનું! આ સંસારના વિનશ્વર સુખોને જોઈને શા માટે ફૂલીને ફાંકડો બને છે? શું વિજળીનો પ્રકાશ ક્યારેય સ્થિર રહી શક્યો છે?