________________
અથ ગુજરાતી દુહા અતિનિદ્રા, કૌતુકરુચી, કામ, ક્રોધ, શૃંગાર | સ્વાદ, લોભ સાતે તજો પ્રથમથી જ પઠનાર //1. અપયશ પસરે જગતમાં જ્ઞાન ધ્યાન મતિહીન ! ચિત્ત ભ્રમ અરતિ વશે પરરમણી આધીન રા આયુ ઘટે દિન દિન પ્રતિ કાલ રહે નિત્ય પાસ ! મૂરખ મમતા કિમ કરે ક્ષણમે જાશે શાશ ૩. એક દીવસ પૂરણ શશી ક્ષીણ ઘણા દિન હોય સુખ થકી તિમ દુઃખ ઘણું આપદ અંત ન જોય શકો. અપના અપના ઇષ્ટકો મનન કરે સહુ કોય ! ઇષ્ટ વિહૂણા માનવી ફોકટ શક્તિ ખોય પણ આછે દિન પીછે ગયે હરિસેં કીયો ન હતા અબ પછતાયે ક્યાં હુવે ચીડીયાં ચુન ગઈ ખેત IIકા આદર્યા અધ વિચ રહે કર્મ કરે સો હોય ! મન માને આનંદ કર મન માને તો રોય Iકા આલસ ભૂંડી ભૂતડી વ્યંતરનો વલગાર . પેશે જેહના અંગમાં બહુત કરે બિગાર ટો આવ્યું નહિ ભય જ્યાં લગે બીક રાખવી ચિત્ત ! પાસે આવ્યું જોઇને કરવું જેમ ઊચિત લા અતિ ઘણું નવિ તાણીયેં તાયે તૂટી જાય છે ત્રુટ્યા પછી જો સાંધીયે વિર્ચે ગાંઠ રહી જાય ૧૦. અવગુણ ઉપર ગુણ કરે એ સજ્જન અભ્યાસ ચંદનને પરજાલતાં આપે સરસ સુવાસ ૧૧. આલસુને ઉપચાર નહિ લોભીને નહિ સુખી કાયરને હિંમત નહિ સંતોષીને નહિ દુઃખ ૧રા
- ૨૮૫ શરૂ