________________
शत्रुर्दहति संयोगे वियोगे मित्रमप्यहो । उभयोर्दुःखदायित्वं को भेदः शत्रुमित्रयोः ।।३४।। શત્રુ જ્યારે સંયોગ થાય(મળે) ત્યારે બાળે અને મિત્ર વિયોગ થતાં બળતરા કરે, એમ બંને શત્રુ અને મિત્ર દુઃખદાયક છે-તો એ બંનેમાં ભેદ શો? ૩૪
शूराश्च कृतविद्याश्च रूपवत्यश्च योषितः । .. વત્ર યત્ર મિત્તિ તત્ર તત્ર વૃત્તાવિરાઃ Tરૂકા . શૂરવીર પુરુષો, વિદ્વાનો અને રૂપવતી સ્ત્રીઓ જ્યાં જાય ત્યાં આદર(સત્કાર) પામે છે. ll૩પ शाम्येन धर्म कपटेन मित्रं परोंपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते
- શારદા જેઓ શઠતાથી ધર્મને ઇચ્છે, કપટથી મિત્રને, પરને સતાવીને સમૃદ્ધિને, સુખથી વિદ્યાને અને કઠોર બોલથી જેઓ સ્ત્રીને વશ કરવા ઇચ્છે છેતેઓ દેખીતી રીતે જ મૂર્ખ છે. ૩ડા ,
शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोऽनुकूलदानेन लज्जया च कुलाङ्गनाः ॥३७॥ વિદ્યાથી બ્રાહ્મણો શોભે છે, ક્ષત્રિયો વિજયલક્ષ્મીથી શોભે છે, અનુકૂળ દાનથી લક્ષ્મી શોભે છે અને લજ્જાથી કુલીન કાંતાઓ શોભે છે. I૩૭ll