________________
धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते । अज़ागलस्तनस्येव तस्य जन्म निरर्थकम् ।।१४।। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંનું એક પણ જેની પાસે નથી, તો બકરીના ગળામાં રહેલ સ્તનની જેમ તેનો જન્મ નિરર્થક છે.૧૪ll
धर्मशोकभयाहार-निद्राकामकलिक्रुधः । यावन्मात्रा विधीयन्ते तावन्मात्रा भवन्त्यमी ।।१५।। ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને ક્રોધ એમને જેટલા વધારવા હોય, તેટલા વધી શકે છે અને ઘટાડ્યા ઘટી શકે છે. I૧પો.
धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१६॥
મનુષ્યો ધર્મના ફળને ઇચ્છે છે, પણ ધર્મને ઇચ્છતા નથી. વળી તેઓ પાપના ફળને ઇચ્છતા નથી, પણ પાપ તો ઉત્સાહથી કર્યા કરે છે../૧લા '
धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।।१७।। ધર્મને જાણનાર, ધર્મનું આચરનાર, સદા ધર્મનો પ્રવર્તક તથા પ્રાણીઓને ધર્મ તથા શાસ્ત્રાર્થ સમજાવનારને ગુરુ કહેલ છે. ll૧૭l . धर्मो यशो नयो दाक्ष्यं मनोहारि सुभाषितम् । इत्यादिगुणरत्नानां सङ्ग्रही नावसीदति ॥१८॥ ધર્મ, યશ, ન્યાય, દક્ષતા અને મનોહર સુભાષિત-ઇત્યાદિ ગુણોનો સંગ્રહ કરનાર કદાપિ સીદાતો-દુ:ખી થતો નથી. ll૧૮l धनेषु जीवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । अतृप्ता प्राणिनः सर्वे याता यास्यन्ति यान्ति च ।।१९।। ધન, જીવિતવ્ય, સ્ત્રીસેવન અને આહારાદિ કર્મમાં સર્વ પ્રાણીઓ અતૃપ્ત રહીને જ ગયા, જાય છે અને જશે. કોઈ તૃપ્ત થતું જ નથી. ૧૯ાા.
– ૧૩૩ શરૂ