________________
‘આપો’ એમ બોલવા જતાં બોલનારને જે દુઃખ થાય છે, તે જો બરાબર જાણવામાં આવે, તો દાતા પોતાનું માંસ પણ આપી દેવાને તૈયાર થઇ જાય. III
दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः । कालः क्रीडति गच्छत्यायु-स्तदपि न मुञ्चत्याशावायुः ।। ६१ ।। દિવસ-રાત, સાયંકાલ-પ્રભાત, શિયાળો અને વસંતઋતુ, ગમનાગમન કરતાં કાળ ક્રીડા કર્યા કરે છે, આયુષ્ય વહી જાય છે ... તથાપિ આશારૂપ વાયુ મૂકતો નથી.૬૧||
दन्तैरुच्चलितं धिया तरलितं पाण्यङ्घ्रिणा कम्पितं, दृग्भ्यां कुड्मलितं बलेन गलितं रूपश्रिया प्रोषितम् । प्राप्तायां यमभूपतेरिह महाघाट्यां धरायामियं; तृष्णा केवलमेकिकैव सुभटी धीरा पुरी नृत्यति ।। ६२ ।। અહો! દાંતો શિથિલ થઇ ગયા, બુદ્ધિ ચપળ થવા આવી, હાથ-પગ કંપવા લાગ્યા, નેત્રો સંકુચિત થવા લાગ્યા, બળ ગલિત થવા આવ્યું, રૂપલક્ષ્મી દૂર ચાલી ગઇ, એ પ્રમાણે યમરાજાની આ પૃથ્વીપર મહાધાડી(ધાડ) પ્રાપ્ત થતાં શરીરમાં ઉપરના ચિહ્નો જણાવા લાગ્યા, પરંતુ કેવળ એક સુભટી એવી તૃષ્ણા જ ધીર થઇને આગળ આવી નૃત્ય કરી રહી છે. ૬૨
द्वाविमौ पुरुषौ लोके सुखिनौ न कदाचन । यश्चाधनः कामयते यश्च कुप्यत्यनीश्वरः ||६३।। જગતમાં આ બે પુરુષ કદાપિ સુખી થઇ શકતા નથી કે જે ધનહીન છતાં અનેક પ્રકારની ઇચ્છાઓ કરે અને જે ઐશ્વર્ય પુણ્યહીન-રહિત છતાં કોપાયમાન થાય છે. ।।૬૩।।
द्वाविमौ पुरुषौ लोके स्वर्गस्योपरि तिष्ठतः । प्रभुश्च क्षमया युक्तो दरिद्रश्च प्रदानवान् । । ६४ ।।
૧૨૮