________________
રહ્યું, દષ્ટિ ઝાંખી પડી ગઈ, અને કર્ણયુગલમાં સાંભળવાની શક્તિ ન રહી, તથાપિ મારું નિર્લજ્જ મન વિષયોની ખાતર તલપ્યા કરે છે.alsoil
गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः । सौगन्ध्यवयं नादेयं पुष्पं कान्तमपि क्वचित् ॥३१॥ પુરુષ ગુણથી વધારે માનનીય થાય છે પણ રૂપથી તે માન્ય થતો નથી, કારણકે સુગંધરહિત મનોહર પુષ્પ હોવા છતાં તે ક્યાંય આદર પામતું નથી. ૩૧ गुणा गुणज्ञेषु गुणीभवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः। सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः समुद्रमासाद्य भवन्त्यपेयाः।।३२॥ ગુણજ્ઞજનોને ગુણો તે ગુણરૂપે જ પરિણમે છે અને તે જ ગુણી નિર્ગુણ પુરુષને પામતાં દોષરૂપ થઇ જાય છે. જુઓ નદીઓનું પાણી બહુ સ્વાદિષ્ટ હોય છે, છતાં તે જ્યારે સમુદ્ર સાથે મળે છે, ત્યારે ખારું બની જાય છે. ૩રા गुणेषु यत्नः पुरुषेण कार्यो न किञ्चिदप्राप्यतमं गुणानाम्। गुणप्रकर्षादुडुपेन शम्भोरलथ्यमुल्लङ्घितमुत्तमाङ्गम्।।३३॥ પુરુષોએ ગુણોને માટે સતત પ્રયત્ન કરવો તે ઉત્તમ છે, કારણકે ગુણના પ્રકર્ષથી ચંદ્રમા શંકરના અલંઘનીય મસ્તક પર ચડી બેઠો છે. ૩૩ गजभुजङ्गमयोरपि बन्धनं शशिदिवाकरयोर्ग्रहपीडनम् । मतिमतां च समीक्ष्य दरिद्रतां विधिरहो बलवानिति मे मतिः
iારૂ૪ ગજ(હાથી) અને સર્પને બંધન, ચંદ્ર તથા સૂર્યને ગ્રહથી પીડન અને બુદ્ધિમંતોની નિર્ધનતાને જોઇને, અહો! વિધાતા જ બલવાનું છે, એમ મારું માનવું છે. ૩૪ો.