________________
वाक्यं नाद्रियते च बान्धवजनैर्भार्या न शुश्रूयते हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते । ।१५ । । અહો! વૃદ્ધાવસ્થા આવતાં ગાત્ર સંકોચને પામે છે, ગતિ ગલિત અને દંતાવલિ ભ્રષ્ટ થઈ જાય છે, દૃષ્ટિ નાશ પામે છે, બધિરતા વધે છે અને મુખમાંથી લાળ પડવા માંડે છે, સ્વજનો વચન માનતા નથી, સ્ત્રી સેવા કરતી નથી અને પોતાનો પુત્ર પણ એક શત્રુ જેવો બની જાય છે, અહો! વૃદ્ધ પુરુષને એવી રીતે અનેક સંકષ્ટ સહન કરવાં પડે છે.।૧૫।।
.
गंध: सुवर्णे फलमिक्षुदंडे नाकारि पुष्पं खलु चंदनेषु । विद्वान्धनाढ्यो न तु दीर्घजीवी धातुः पुरा कोऽपि न बुद्धिदोऽभूत् । । १६ ।। સુવર્ણમાં સુગંધ, શેલડીમાં ફળ અને ચંદનમાં પુષ્પ તથા વિદ્વાનને ધનાઢ્ય ન બનાવ્યા. અહો! તેથી એમ લાગે છે કે પૂર્વે વિધાતાને કોઈ દીર્ધદર્શી બુદ્ધિ આપનાર ન હતો, નહિ તો એમ ન કરત.।।૧૭। गर्भस्थं जायमानं शयनतलगतं मातुरुत्संगसंस्थं बालं युवानं परिणतवयसं विश्वमार्यं खलं वा । वृक्षाग्रे शैलशृंगे नभसि पथि जले कोटरे पंजरे वा पाताले वा प्रविष्टं हरति च सततं दुर्निवार्यः कृतान्तः ।।१७।। પ્રાણી જોઈએ તો ગર્ભમાં હોય, જન્મતો હોય, શય્યામાં પડ્યો હોય, માતાના ખોળામાં બેઠો હોય, બાલ, વૃદ્ધ, યુવાન, પાકી વયનો, આર્ય કે દુર્જન હોય, વળી તે વૃક્ષના અગ્રભાગપર હોય, પર્વતના શિખરપર હોય, આકાશ, માર્ગ કે જળમાં હોય, કોટર, પંજર કે પાતાલમાં પેઠો હોય, છતાં કાળ તેને અવશ્ય હરી લે છે. તેથી કૃતાંત ખરેખર દુર્નિવાર્ય
9.119011
भविष्यं नैव चिंतयेत् । -
गते शोको न कर्त्तव्यो वर्त्तमानेन योगेन वर्त्तते हि विचक्षणाः । । १८ ।।
*
૮૨