________________
ટીકાર્ચ-ખરેખર સંગ્રહનય સત્તાને જ વિષય કરનાર હોવાથી ભાવ પદાર્થને જ અવગાહન કરે છે. પરંતુ નૈગમન ભાવ અને અભાવ એમ ઉભય વિષયવાલો હોવાથી બહુવિષયવાળો છે.
संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्तिसद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ॥ ७-४८ ॥
સૂત્રાર્થ-સત્ વિશેષોને જણાવનાર એવા વ્યવહારની અપેક્ષાએ સત્સામાન્યના સમૂહને જણાવનાર હોવાથી સંગ્રહ બહુ વિષયવાળો છે.
व्यवहारो हि कतिपयान् सत्त्ववविशिष्टान् पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु समस्तं सद्विशिष्टं वस्तु प्रकाशयतीति भूमविषयः ॥४८॥
ટીકાર્ચ-ખરેખર વ્યવહારમાં કેટલાક સત્ત્વવિશિષ્ટોને એટલે કે સત્ત્વથી વિશિષ્ટ એવા પદાર્થોને પ્રકાશ કરે છે એથી અલ્પવિષયવાળો છે. વળી સંગ્રહ તો સત્થી વિશિષ્ટ સમસ્ત વસ્તુને પ્રકાશે છે તેથી ઘણા વિષયવાળો છે.
व्यवहारात् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्ति
वर्तमानविषयाहजुसूत्राद् - વ્યવહાસ્ટિવત્નિવિષયવસ્વિત્વનિત્પાઈ. ૭-૪૨
સૂત્રાર્થ-વર્તમાન વિષયવાળો ઋજુસૂત્ર નય હોવાથી ત્રણે કાળના વિષયને અવલંબન કરનાર વ્યવહારનય બહુ વિષયવાળો છે. '
ऋजुसूत्रो वर्तमानक्षणस्थायिनः पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, व्यवहारस्तु कालत्रयवर्तिपदार्थजातमवलम्बत इति बहुविषयः॥ ४९ ॥
ટીકાઈ- ઋજાસૂત્ર-નય વર્તમાનક્ષણસ્થાયી પદાર્થોને પ્રકાશે છે. તેથી અલ્પવિષયવાળો છે અને વળી વ્યવહાર ત્રણેયકાળમાં રહેલા પદાર્થના સમૂહને અવલંબન કરે છે તેથી બહુવિષયવાળો છે.
ऋजुसूत्राच्छंब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्ति
कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः . शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः ॥ ७-५० ॥
૨૮૯