________________
આ અનુમાનવડે પ્રમાણ એ સાધન-કારણરૂપ છે અને અજ્ઞાનનિવૃત્તિ નામનું ફળ એ સાધ્ય-કાર્ય છે. તે બંનેમાં કથંચિત્ ભેદ હોય તો જ સિદ્ધ થાય છે.
* વિશેષાર્થ-જેમ માટીનો પિંડ તે સાધન છે. અને ઘટ તે સાધ્ય(કાર્ય છે બન્ને કાર્ય કારણરૂપે અનુભવાય છે. જો માટીનો પિંડે અને ઘડો એકાંત અભિન્ન જ હોત તો માટીનો પિંડ હોય ત્યારે જ ઘડો થઈ જવો જોઇએ અને માટીના સમયે જ ઘટની જેમ પાણી ભરાવું જોઈએ. પણ એવું બનતુ નથી માટે કથંચિત્ ભિન્ન છે. તેમજ માટીનો પિંડ અને ઘડો જો એકાંતે ભિન્ન જ હોત તો પિંડમાંથી જ ઘડો કેમ બન્યો, પટમાંથી કેમ ન બન્યો? કારણે કે પિંડની જેમ પટ પણ ભિન્ન પણે તો સરખો છે જ પરંતુ પટમાંથી ઘટ બનતો નથી માટીના પિંડમાંથી જ ઘટ બને છે. એટલે કારણરૂપે રહેલ પિંડમાંથી કાર્યસ્વરૂપે ઘટ થાય છે માટે કથંચિત્ અભિન્ન છે આથી એકાંતે અભિન્ન છે તેવું ઘટી શક્યું નથી જ્યાં કાર્ય-કારણ ભાવ અનુભવાતા હોય છે ત્યાં એકાંતે અભિન્નતા ઘટી શક્તી નથી. તેમ અહિં પણ જાણવું. .. ननु प्रमाण-फलयोः साध्य-साधनभाव एव कुतः ? इत्याशङ्कायां प्रथम तावत् प्रमाणस्य साधनत्वं साधयन्ति
પ્રમાણ અને ફળમાં સાધ્ય-સાધનભાવ કઈ રીતે છે? એવી રીતેની આશંકામાં પ્રથમ તેમાં પ્રમાણનું સાધનપણું સિદ્ધ કરે છે.
प्रमाणं हि करणाख्यं साधनं, - સ્વ-રિવ્યવસિત સાથhતમત્વાન્ ૬-૨૫
સૂત્રાર્થ-ખરેખર પ્રમાણ એ કરણનામનું સાધન છે. કારણ કે પોતાનો અને પરનો નિશ્ચય કરવામાં સાધકતમ હોવાથી .... ... यत् खलु क्रियायां साधकतमं तद् करणाऽऽख्यं साधनं यथा-कुठारः, साधकतमं च स्व-परव्यवसितौ प्रमाणं तस्मात् करणाख्यं साधनमिति ॥१५॥
ટીકાઈ- જે ખરેખર ક્રિયામાં સાધકતમ હોય તે કરણનામનું સાધન છે જેમ કુહાડો તે છેદનક્રિયામાં કારણભૂત છે તેથી તે કરણ નામનું સાધન છે તેમ પોતાનો અને પરનો નિશ્ચય કરવામાં પ્રમાણ એ કરણ નામનું સાધન
૨૧૩