________________
તો ? ત્યાધુ:कथञ्चित् तस्यापि प्रमाणाद् भेदेन व्यवस्थानात् ॥६-१३॥ સૂત્રાર્થ-તે અજ્ઞાનની-નિવૃત્તિ પણ પ્રમાણથી કથંચિત્ ભેદવડે રહેલી છે.
अज्ञाननिवृत्तिरूपस्य फलस्यापि प्रमाणात् कथञ्चिद्भिन्नत्वेनावस्थाસાહિત્યર્થ છે શરૂ II
ટીકાર્ય-અજ્ઞાનની નિવૃત્તિરૂપ ફલાણ પ્રમાણથી કથંચિત્ ભિન્નતાથી રહેલું છે. એટલે કે પ્રમાણ અને ફળ જો એકાંતે અભિન્ન જે હોત તો પ્રમાણ અને ફળ એવા જુદા બે નામ શા માટે આપ્યા, જેમ દિવો અને પ્રકાશ બંને એકાંતે અભિન્ન હોય તે દિવાનો પ્રકાશ આવુ જુદુ પાડીને શા માટે કહેવાય છે? તથા દિવાનો પ્રકાશ બધે વ્યાપીને રહે છે દિવો એક જગ્યાએ રહે છે માટે તે બંને વચ્ચે કથંચિત્ ભેદ (ભિન્ન) છે તેમ અહીં પણ તેમ જાણવું.
तदेवोपपादयन्तिપ્રમાણ અને ફળ વચ્ચે કથંચિત્ ભેદને જણાવતા ઉપરની વાત સ્પષ્ટ કરે
साध्य-साधनभावेन प्रमाण-फलयोः પ્રતીય માનવી ૬-૨૪
સૂત્રાર્થ–પ્રમાણ અને ફળને વિષે સાધ્ય-સાધન ભાવવડે પ્રતીતિ થાય છે.
प्रमाणाऽज्ञाननिवृत्त्याख्यफले परस्परं भिद्यते, साध्य-साधनभावेन प्रतीयमानत्वात्, ये साध्य-साधनभावेन प्रतीयेते ते परस्परं भिद्यते यथाकु ठारच्छि दे, इत्यनुमानेन प्रमाणऽज्ञाननिवृत्त्याख्यफलयोः कथञ्चिद्भेदोऽपि सिध्यतीति भावः ॥ १४ ॥
ટીકાઈ-પ્રમાણ અને અજ્ઞાનનિવૃત્તિ રૂ૫ ફળ તે બંને પરસ્પર ભિન્ન છે. કારણ કે સાધ્ય-સાધન એટલે કે કાર્ય-કારણભાવવડે પ્રતીત થાય છે. જે સાધ્યસાધનભાવવડે પ્રતીત થાય છે. તે પરસ્પર ભિન્ન છે. જેમ કુહાડો અને છેદન ક્રિયા પરસ્પર ભિન્ન છે. કુહાડો છેદવાની ક્રિયા પ્રત્યે કારણ છે અને છેદનક્રિયા તે કાર્ય છે. જો પરસ્પર ભિન્ન ન હોત તો સાધ્ય-સાધનરૂપે ન રહેવા જોઇએ
૨૧૨