________________
જ્ઞાનગુણ પ્રતિક્ષણે તરતમતાવાળો છે ભૂતકાળમાં હોય તેટલો વર્તમાનમાં નથી અને વર્તમાનમાં છે તેટલો ભવિષ્યમાં નથી રહેવાનો કાંતો વધારો થશે કાં તો ઘટાડો થશે તેથી કોઇ પણ એકકાળમાં વર્તતી જ્ઞાનની માત્રા તે ‘પર્યાય' કહેવાય છે. એમ સુખ વિગેરેમાં પણ જાણી લેવું તથા ગુણ અને પર્યાયમાં એકાંતે ભેદ નથી પરંતુ વિવક્ષાવશથી જ ભેદ છે.
વસ્તુતઃ તો સર્વવિશેષોના વાચક તરીકે પર્યાય શબ્દ જ છે છતાં પણ સહવર્તિ વિશેષના વાચક તરીકે ગુણ શબ્દ યોજાય છે. અને ક્રમવર્તી વિશેષના વાચક તરીકે પર્યાય શબ્દ જોડાય છે.
इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंहब्धे प्रमाणनयतत्त्वालोके प्रत्यक्षस्वरूपनिर्णायको पञ्चमः परिच्छेदः ।
આ પ્રમાણે શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજ એ રચેલા-પ્રમાણનયં તત્ત્વાલોક નામનાં ગ્રન્થમાં બાલબોધિની ટીકાથી યુક્તમાં પ્રત્યક્ષ સ્વરૂપનો નિર્ણાયક પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો
૨૦૨