________________
ટીકાર્ય પૂર્વે કહેલા પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદવડે બન્ને પ્રકારનું પણ પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જે ક્ષય અથવા ક્ષયોપશમરૂપ જે સામર્થ્યતેની યોગ્યતાના વશથી ઘટપટ વિગેરે અમુક ચોક્કસ પદાર્થને જણાવે છે (નિશ્ચય કરાવે છે). તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રમાણ વસ્તુતઃ જ્ઞાન જ છે. જ્ઞાન-મતિ શ્રત અવધિ મન:પર્યય અને કેવલ એમ પાંચ ભેદે છે તથા પરોક્ષના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાનતર્ક અનુમાન આગમ ઇત્યાદિ ભેદો (પ્રભેદો) છે તે સર્વે પ્રમાણો જ્ઞાનરૂપ છે તે જ્ઞાનોની ઉપર તે તે જ્ઞાનને ઢાંકનારા જ્ઞાનાવરણીયાદિ કર્મો સર્વજીવોને હોય છે. પ્રતિબંધ કરવા યોગ્ય એવા જ્ઞાનના ભેદોને અનુસાર તેમાં પ્રતિબંધ કરનારા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મના તે તે નામવાળા ભેદો પડે છે જેમકે પ્રત્યક્ષ જ્ઞાનનું આવરણ કરનારા ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષા મતિજ્ઞાનાવરણીયાદિ ભેદો અને પરોક્ષજ્ઞાનનું આવરણ કરનાર પરોક્ષજ્ઞાનાવરણીયાદિ છે તેમાંના પહેલા ભેદના મતિઆદિ ચાર આવરણોના તથા પરોક્ષ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમ દ્વારા ઉત્પન્ન થયેલા સામર્થ્યથી વસ્તુને જણાવવામાં સમર્થ થાય છે. છેલ્લુ કેવલજ્ઞાનાવરણીય પોતાના આવરણના સંપૂર્ણ ક્ષયદ્વારા વસ્તુનો નિયત રીતે સંપૂર્ણ બોધ કરાવવામાં સમર્થ નીવડે છે. આ બધામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ક્ષયોપશમ એજ મુખ્ય અને અત્યંતર કારણ છે તથા ઇન્દ્રિય પ્રકાશ આદિ બાહ્ય કારણો પણ છે. - આ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય અને ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી પ્રતિનિયત વસ્તુનું જ્ઞાન તે બોધ કરાવે છે એવું કહેવા દ્વારા જ્ઞાન તદુત્પત્તિ અને તદાકારતા વડે પ્રતિનિયત વસ્તુને જણાવે છે એ પ્રમાણે માનનારા સુગત=બૌદ્ધના સિદ્ધાન્તને ખંડિત થયેલો જાણવો.
તિવ્યવચ્છેદ્યાવક્ષતે– બદ્ધ દર્શનની માન્યતાનું ખંડન કરતા જણાવે છે. न तदुत्पत्ति-तदाकारताभ्यां, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥ ४-४७ ॥ તદુત્પત્તિ કે તદાકારતા વડે (અમુક ચોક્કસ) પ્રતિનિયત અર્થ જણાતો
૧૮૯