________________
ઉત્તર - સર્વે પદાર્થો અસ્તિત્વ ધર્મવાળા છે. તેથી એક અસ્તિત્વ) ધર્મથી વિશિષ્ટ વસ્તુને જણાવવા દ્વારા આ વાક્ય અનંતધર્મસ્વરૂપ એવી વસ્તુને જણાવનાર બને છે.
પ્રશ્ન :- સર્વેધર્મો અસ્તિસ્વરૂપે ઘટી શક્તા નથી કારણ કે દરેક ધર્મો પરસ્પર ભિન્ન છે?
ઉત્તર :- આ પ્રમાણે જો કહેતા હોય તો કહેવાય છે કે કાલવિગેરેની અભેદવૃત્તિની પ્રધાનતાથી અથવા તો અભેદ-ઉપચાર કરવાથી અસ્તિત્વનામના ધર્મનું કથન કરવાથી અનંતધર્માત્મક એવી વસ્તુ ઘટી શકે છે. એટલે કે અસ્તિત્વાદિ ધર્મોની કાળ વિગેરે સાથે અભેદ વિવક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાદિરૂપ એક શબ્દ વડે સત્ત્વાદિરૂપ એક ધર્મને જણાવવા છતાં તરૂપ (તેના સ્વરૂપ) અનેકધર્મોનું પ્રતિપાદન એકી સાથે થઈ શકે છે. - જ્યારે કાલવિગેરે આઠ પ્રકારના દ્વારો વડે અભેદવૃત્તિ કરીને એટલે કે ધર્મ જે અસ્તિત્વાદિ, અને ધર્મી જે ઘટપટજીવાદિનાઅભેદનું પ્રાધાન્યપણું સ્વીકારાય છે ત્યારે કાલવિગેરે આઠ વારો વડે સમસ્ત ધર્મો તે કાળે તાદાભ્ય સંબંધથી રહેલા હોવાથી સ્થવિ ધટ: એ પ્રમાણે ના એકધર્મથી વિશિષ્ટ એવી વસ્તુને પ્રતિપાદન કરવાવાળા એવા એક વાક્યવડે એકી સાથે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરાય છે.
પ્રશ્ન છે તે કાલાદિ દ્વારા ક્યા ક્યા છે?
ઉત્તર - (૧) કાલદ્વાર (૨) આત્મરૂપ-સ્વરૂપદ્વાર (૩) અર્થદ્વાર (૪) સંબંધ દ્વાર (૫) ઉપકારવાર (૬) ગુણીધાર (૭) સંસર્ગદ્વાર (૮) શબ્દદ્વાર આ પ્રમાણે આઠદ્વાર છે હવે આ આઠે દ્વારોના અર્થો તથા તેની અપેક્ષાએ પ્રથમ અભેદ વિચારીએ.
૧. “દ્રિત્યેવ ઘટ ઘટ કથંચિત્ અતિ જ છે. અહીં ઘટાદિમાં જે કાલે અસ્તિત્વધર્મ છે તે જ કાલે શેષ અનંતા ધર્મો પણ ઘટમાં વર્તે છે. એટલે કે અસ્તિત્વધર્મ શેષ અનંતા ધર્મોની સાથે એક વસ્તુમાં એક કાળે સાથે વર્તે છે. આ રીતે અસ્તિત્વધર્મની અને શેષ ધર્મોની એક કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ.
૧૮૫